please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '


એક તારનું મહાભારત

     પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું માથા પર આવવા લાગી ને ઘરમાં પાણીયારાનાં ગોળામાં ઠલવાવા લાગી . નાગાપુગા છોકરા પણ શેરીયુંમાં આવી ગયા હતા . કેમકે એમનાં વગર તો ગામ ની શેરી ' શેરી ' કહેવાય !
      એક ઘરમાંથી પણ એક ટબુડિયું રમવા આવી ગયું . ચોથું ભણતું હશે . પણ ટોળીમાં ભળી ગયું . ને ત્યા થોડી વારમાં તો હાકોટા ને પડકારા થવા લાગ્યા .
   ' ચમના , લાલીયા ને મુકતો નહીં . હા , કે આજે એને બરાબર નો ઠમઠોરવાનો સે ! '
' હા , પણ હાથમાં આવે તય પકડું ને મારો બેટો તેતરડાની જેમ દોડી જાય સે
' મારે કઈ નય , તું પકડ એને ..નકર તારી પતર ઠોકી દઈશ હમજ્યો...! '
  ને બધાં મનડયા ઉભી બજારે હડિયુ કાઢવા !
     બધાં એમની મસ્તીમાં હતાં ત્યાં એક ડોશીમા આંખો લર નેજવું માંડતા ચાલ્યા આવે સે . હાથમાં લાકડી લઈ ટેકે ટેકે ચાલ્યા આવે સે . આંખો પર નેજવું માંડી કોઈને ગોતતા હોય એમ આજુબાજુ જોતા આવે સે ! વાનરસેના જ્યાં હતી ત્યાં આવી ગયા .
  ' એય આય આવ તો ! '
ને પેલો વરધ ડોશીમા પાસે આવયો .
   ' એલા કોનો સો ? '
' મફાભય નો ! '
' મફાનો સો ! હારું લે ! મારા લાલીયાને જોયો....? '
' ઓલો , ટબુડીયો ? '
' ...ભય ઝીણકો ...ભાળયો સે તે ! '
'હા , ! '
' કયા ? '
' હડિયું કરે ! '
' બોલાવ તો ! '
ને ઓલા ટાબરીયાએ જોરથી રાડ પાડી.
' ઓય ....ટબુડિયા ...ઓય....! '
ને લાલિયો એકસો ને એંસીની સ્પીડ માં આવ્યો . દાદીમા ને જોઈ જરા ખચકાયો .
' કયા મરી ગ્યો તો ?  ક્યારની ગોતું સુ ? '
' આય હતો ..હું થયું ...? '
' પછી પેલા જોતો ...તાર આવયો સે ..વાંચ તો.....'
ને ઓલા ટબુડિયા કોઈ મોટો ભણેશરી હોય એમ કાગળ હાથમાં લીધો.... ને કાગળના અક્ષર જોઈ ચકડી ખાઈ ગયો...
' વાંચ એલા , મૂંગા રિયે કઈ થાહે...વાંચ ! '
બંદા તો ઉભા રહી ગયા . કાગળના અંગ્રેજીનાં અક્ષર જોઈ બિચારો હેબતાઈ ગયો .
' વાંચ એલા , કે વાંચતા નથી આવડતું . ભૂલી ગયો કે શું...તે દિ તો ઓલી રમતુડી નો કાગળ પટર પટર વાંચતો હતો ...!
' પણ , માં કૈક આલગ સે !  હાલો અમથાકાકા પાંહે જવી .
    ને ડોશી ને સોકરડો ગયા અમથાકાકા પાંહે... તાર વંચાવા 
    અમથાકાકા ગામનાં ચોકમાં બેહી ગામ આંખની પંચાત કરતા રહેતા . પેલી નું શુ થયું
.રમલો કામે ગયો કે નહીં , સંતુ નું ચમ તૂટી ગયું , દિવાળી ડોશી સાજા થઈ ગયા કે નય , રમો કાલ કેમ માંદો પડ્યો ....ટૂંકા ગામના વગર ખર્ચે કેમેરા જેવા અમથાકાકા ગામનાં એક ભણેલાં માણા ગણાતા ! એટલે તાર વાંચી દેહે એવી આશમાં એમની પાંહે દોડયા .
   ' અમથાકાક ! '
એક સોકરો ને ડોહી ચાલતાં આવતા હતા . મતલબ જરૂર કઈક નવાજુની થઇ લાગે સે . ચાલો કંઈક નવીન મસાલો મળશે ...એમ માની એમણે પોતાનાં કામ એક બાજુ મુક્યા ને
' હા , લાલીયા બોલ શુ થયું . ગઢી ડોહી ને ક્યાં લઈ જાશ . ? '
' તમારી પાંહે લાયો સુ ...અમથાકાકા ! '
'કેમ હું થયું ...? '
' એલા બન્ધ થાય હવે ....સડ્ડી પેરતા આવડતું નથી ને પટર પટર શરૂ થઈ જાશ ...! ...'
  ' અમથા જો તો કાગળ આયો સે.... લાલીયા ને આપો પણ કેસે કે તો કંઇક અલગ સે ...લે વાંચ તો....! '
' બસ કાગળ વાંચવો સે એમાં સુ ...મને કેવું તું ને હું તમારા ઘરે આવતો રત ! લાવો ...! '
' અય દે તો એલા , !'
' આલો...! '
ને  અમથાકાકા પણ આંખ પર ચશમાં ચડાવ્યા ને ...કાગળ ખોલ્યો...ને
અમથાકાકા ના નાક પર પરસેવો વળી ગયો . અંગ્રેજીમાં હતો...ને તોય એક બે ...અક્ષર ઉકેલી... કહ્યું...
' માંડી તમારા કટમ માં કોઈ શામજી સે ? '
' હે શામજી ? '
ઘડીભર તો અમથાકાકા ચકડી ખાઈ ગયા . કેમકે ગઢામાં ના પતિ હતા શામજી ને દસ વરહ પેલાં તો સ્વર્ગ સિધાવી ગયા ...ને સ્વર્ગમાંથી તો કંઇ તાર આવે ને ...ને વધુ ઓડ નું ચોડ વેતરાય પહેલાં તો અમથાકાકા કીધું... ડોહી માં ચશમાં મને લાગે સે કે વધી ગયા સે...આપણે ઓલા રત્ના પાંહે જવી ..પોતાની અણઆવડત નો દોષ ચશમાં પર આબાદ ઠેરવી અમથાકાકા , પેલો સોકરડો ને ડોહીમાં હાલ્યા રત્ના ને ઘેર જવા !
હવે રત્નો રહેતો ગામના સેલા હરે !
  હાલતા હલતા માંડ પોગા .
  ' એલા રત્ના ! '
' હા , કોણ ? '
 કહેતો રત્નો હાથમાં રોટલાનું બટકું લઈ બારણું ખોલવા આવ્યો .
અમથાકાકા કહે , ' પછી ખાજે...પેલા વાંચ...! '
 હવે રત્ના માટે વિસામણ થઈ કે હાથનું બટકું પકડવું કે કાગળ ! '
  આખરે એણે બટકું એક બાજુ રાખી હાથ ધોઈ કાગળ હાથમાં લીધો ને પણ ઘડીભર તો મુંજાય ગયો. 
માર્યા તો અંગ્રેજી.!
     કાગળ લીધો ને ફિફા ખાંડવાની શરૂઆત કરી... એક બે શબ્દો ઉકેલયા ખરા ...
' માંડી , તમારા કટમ માં કોઈ લલિતા સે ? '
' સે ને , લાલીયાની મોટી બુન , મારી પોયરી ! '
' બસ ...ને શામજી....? '
' ઇનો ઘરવાળો ! '
' તો સે સુ તો વાંચ મૂઆ ! કાગળે તો સવારનું મારું લોય પીધું સે ! '
' માટે તો તમારે વિકમ વકીલ પાંહે જવું પડશે....! '
' હેં....?.......'
' હા , માં . અંગ્રેજી માં સે ને મને એટલું બધું આવડતું નથી....'
હજી વાત પૂરી કરે પહેલા તો....
' તો શું શેરમાં જઈ કુંભારની નિહાળે ભણ્યા .. ? '
' પણ માંડી ...! '
' હવે બંદ થા ! હાલ , લાલૈયા ! '
ને ડોશી ને સોકરડો....વળી પાસા મંડ્યા હાલવા !
   ' વિકા ? '
' હા , ! '
' વાંચ તો ? ! જો જે હો હવારની આજ ભટકું સુ કોઈ મુઉ વાંચી નથી દેતું....વાંચ તો ! '
' લાવો...! '
  ને વિકા વકીલે વાંચ્યો....
   થોડી વાર પસી...
' માડી ...પેંડા ખવરાવો....! '
'શેના ? '
' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '
' હે ... લલિતા ને દીકરો આયો ....! '
  ને ડોશી માં ખુશ થઈ ગયા . હા , બેટા તને એકને સુ કામ ગામ આખાને ખવરાવીશ ...
લે હું લેતી આવું....કહી સીધા ઘરે ગયા .
  ' લે લાલીયા , કાગળ લે ને લખ...! '
' શુ...? '
' હું કવ ! '
ને પેલો લખવા બેઠો...
' બોલો ! '
લખ....' એલી લલિતા ...આવા હારા હમાચાર કંઈ આમ તાર કરી મોકલાય ..? અરે ટપાલ માં દીકરો કેવો સે , એની મા કેવી સે , તબિયત તો સારી સે ને બધું શાંતિથી લખી મોકલાય ! મોળા હમાચાર હોય તો આમ તાબડતોબ મોકલવાના હોય .  આવા હમાચાર .. આમ નો મોકલાય ! ગાંડી થઈ જઇ શુ કે શું ? અમથે અમથા રૂપિયા ખર્ચી નાખ્યા !  બધું જવા દે હવે પસી કાગળમાં બધું લખજો....ક્યારે આવવાની સુ , તબિયત કેમ સે  ને ઓલા બાવલાં ને પાસી હાચવજે...નકર આજની સોડિયું ને તો બાવલાને હાચવતાય નથી આવડતું....ને હારા હમાચાર લખજો....'
  ' બસ ! '
' હા , જા હવે... કાગળ ટપાલ પેટીમાં નાખી આવ તો ને ગભલાની દુકાને કેતો જજે...દોઢ મણ પેંડા ઘરે આવી દઈ જાય...હા કે ભૂલતો નહિ.......'પન ગાડી તો ઉપડી ગઈ હતી...
' હું મામો બની જ્યો....' નો રવ શેરીયુંમાં ગુંજી રહ્યો .
લેખક શ્રી -  મહેશ ગોહિલ

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...