please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

કાનનું લટકણ ! - પણ આજે ધરપત કોને છે ?


 કાનનું લટકણ !

      રીક્ષાની કીક લાગી ને એ ધૂમાડો કાઢતી ચાર રસ્તેથી આગળનાં રસ્તા પર દોડવા લાગી . રીક્ષા પુરઝડપે ભાગી રહી હતી . રીક્ષા હાંકવાવાળા રામુ ને રિક્ષામાં બેસવા વાળી મેડમ વારે વારે ..જલ્દી ચાલો ...ભઈ.... ભઈ.....! નાં ગડદા લગાવતી હતી . હવે આ રાજકોટનો હાઇવે હતો કોઈ રતનપરનો રસ્તો તો હતો નય કે બસ લીવર આપયુને સવારી નીકળી ગઈ . ' હા , મેડમ ! ' કહી એ બિચારો મેડમ ને મનાવતો રહ્યો કે હાકું છું મેડમ .. પણ જરા ટ્રાફિક જવા દો. ..તમને ....હું સમયસર પોહચાડી દઈશ .
       પણ આજે ધરપત કોને છે !
      સફેદ શર્ટ ને કાળા જીન્સમાં સજ્જ એ યુવતી કોઈ હાઇફાઈ પરિવારની નબીરી લાગતી હતી . ચેહરો પૂરો ગોળ કે લંબચોરસ નહીં પણ એક નજર પડે તો બીજી વાર તમારી નજર ખેંચી જ જાય એવો આકર્ષક ! હરણની કેડ જેવી હડપચી ને મન મોહી લે એવી એ યુવતી ક્યાંક જવા બેબાકળી બની હતી . હજી એનું શરૂ હતું .
   ' ભાઈ , જરા ઉતાવળ રાખો .. મારે મોડું થાય છે ! '
   ' હા , મેડમ ! તમે ચિંતા ન કરશો .  દસ જ મિનિટમાં તમને હું કાલાવડ રોડ પર ઊતારી દઈશ . ' રામુ એ ખૂબ વિનયથી કહ્યું .
   ' હા , એ સાચું ...પણ જરા ઉતાવળ રાખો . ' કહી એ યુવતી એના ફોનની ડિસ્પ્લે માં ખોવાઈ ગઈ.  આ ફોનમાં આમેય ઘણું બધું ખોવાયું છે તે એ યુવતી પણ ...!

     હજી એણે કદાચ પાસવર્ડ ખોલ્યો જ હશે ...ત્યાં તો ફોન ગરજી ઉઠ્યો કે ...કોઈ સંપર્ક કરવા ઈચ્છે છે . ..
   ' હા , વિલ....ક્યાં છે ? '
' .........! '
 ' હું આવું જ છું . રસ્તામાં જ છું . બસ દસ મિનિટમાં પોહચુ છું . ! '
    અને ...
  ' એ ભાઈ જરા ઉતાવળ રાખો ને . હું મોડી પડી છું જરા ...સ્પીડ વધારો ને ? '
  ' હા , મેડમ . રામુ એ વળી શાંતિથી જવાબ આપ્યો .
' શું હા , મેડમ . ક્યારના તમે હા ,મેડમ કરો છો પણ સ્પીડ તો રાખતા નથી.....ભાઈ હું ક્યારની કહું છું કે મારે મોડું થાય છે ...જરા ઉતાવળ રાખો પણ તમે તો ભાઈ હા , મેડમ સિવાય કંઈ કરતા જ નથી.  આ સાઇકલ જેવી રીક્ષા ક્યારે મને પોહચડશે . ..'
    ' હા , મેડમ ! '  રામુએ માત્ર એટલો જ જવાબ આપ્યો .
    એ રૂપાળી યુવતી ગુસ્સાથી તમતમી ઉઠી.  પણ હવે કોઈ ઉપાય નોહતો .
    .....રીક્ષા દોડી રહી હતી .
    યુવતી મનમાં વિચારી રહી કે આજનો દિવસ જ બુન્ડિયાળ છે .. સવારથી હેરાન થાઉં છું .
     એક તો આજે સવારે બસ ચુકી ગઈ . ને લકઝરી મળી તો પૂરો રસ્તો ઉભા ઉભા જ આવવું પડ્યું . ને એકતો એ છેક જૂનાગઢ થી આવી હતી ને એમાંય આ પ્રવાસ ! એ પોતાની કિસ્મત ને કોશતી રહી રિક્ષામાં બેસી રહી .

        જૂનાગઢ માં એ કોલેજના ત્રીજા વર્ષમાં હતી . આજે આમ તો કોઈ બાપ દીકરીને કોલેજમાં જાવા દેવા તૈયાર નથી પણ જાનકી ના કિસ્મત સારા હતા . પિતા શિક્ષક હતા તો દીકરીને પુરી પાંખો ઉડવા આપી હતી . પણ એ પહેલાં એમણે દીકરીને એટલું જ કહ્યું હતું કે , ' મારી ઝમકુડી.. બેટા તને ગમે એ કર અને આગળ વધ . તને દરેક મુસીબતમાં મદદ કરવા આ તારો બાપ છે પણ બેટા ...મને લાંછન લાગે એવું ન કરતી. . ' ને જાનકી એ પિતાનું અભિમાન બની દરેક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી હતી . પણ અચાનક કોલેજ ની મંજૂરી રદ થતાં એને રાજકોટ આવવું પડ્યું .
    લગભગ એક મહિનો કૉલેજના ધક્કા ખાધા ત્યારે માન્ડ આમ , આ રીતે અડધા વર્ષે પ્રવેશ નો મેળ ખાધો . હવે એ અહીં રાજકોટ જ અભ્યાસ કરવાની હતી . એનાં એક સબંધી ની દીકરી વિલાસ પણ આ જ કોલેજમાં અભ્યાસ કરતી હતી . ફોન પર વાત કરતા જ જાનકી અને વિલાસ વચ્ચે ટ્યુનિંગ જામી ગયું.  ને એ બધું પેકીંગ કરી અહીં આવવા રવાના થઈ ગઈ .
    આજે પ્રવેશ મળ્યા ના બે દિવસ વીતી ગયા હતા . ઓરીજનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હતા . હવે જો આજે મોડું થાય તો એને વળી બીજી કોલેજના પગથિયાં પર પોતાના સેન્ડલ ના તળિયા ઘસવાનાં દિવસો આવે  . પણ આજે એનું નસીબ જ ઊંધું હતું . પેલા તો એ બસ ચુકી ને પસી આ રીક્ષા ...એને ઉતાવળ હતી .
   ને આ રીક્ષા ધીમે ચાલી રહી હતી . હવે તો છૂટકો જ નોહતો ...
        દસ ના બદલે વીસ મિનિટ પછી એ રીક્ષા કાલાવડ રોડ પર મહિલા કૉલેજના ગેટ આગળ આવી ઉભી રહી. 
           ★★★★★★★
      બહુ મોડુ થઈ ગયું નો બબડાટ કરતી જાનકી હવે કોલેજમાં હતી.  હા , મોડું થયું હતું છતાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જે સમય આપેલો હતો એ પ્રમાણે તો એ સમયસર જ હતી . દસ મિનિટ પછી પટ્ટાવાળો જાનકી ને બોલાવી ગયો.  પ્રિન્સિપલ ની ઓફીસ માં જાનકી ગઈ.  આચાર્ય સામે એ બહુ ડાહી બની ઉભી રહી . પૂછેલા પ્રશ્નના જવાબ આપ્યા ...ને છેલ્લે પોતાનાં ઓરીજનલ પ્રમાણપત્ર જમા કરાવી એ બાહર નીકળી .
   વિલાસ એની જ રાહ જોઈ રહી હતી .
  ' કેમ , કામ પૂરું ને ? '
  ' હા , ...! '
 ' કેવું રહ્યું....? '

  ' બસ સારું જ . પણ તમારા રાજકોટના રિક્ષાવાળા માથાનો દુઃખાવો કરી નાખે એવા છે . ! '
' કેમ શુ થયું ...? '
' કાંઈ નહીં ..હતો એક રીક્ષા વાળો .. લોહી પી ગયો હતો.. હા , મેડમ ...હા , મેડમ કહી મારું માથું પકાવી નાખ્યું પણ રીક્ષા ન હાંકી ઇ ન જ હાંકી ! મેં કીધું ભાઈ , મારે મોડું થાય છે .. જલ્દી હાંક , ઉતાવળ રાખ !  પણ ઇ તો એટલું જ બોલે કે હા મેડમ .. મગજ છટકાવી દીધું...' ને જાનકી એ પોતાનાં રેશમી વાળ ને એક હાથેથી સહેલાવ્યાં ...
   ' એ જાનકી આ શું ...? આમ કેમ ? ' વિલાસે અચાનક પૂછ્યું .
' કેમ , શુ છે ? '
' શુ શુ.. આ એક જ કાનમાં કેમ લટકણ પેર્યું છે .. જૂનાગઢમાં એક જ કાનમાં પેરવાની ફેશન છે ? '
' શુ એક કાનમાં ...! ' કહી જનકીએ પોતાના કાન તપાસ્યા . એક જ કાનમાં લટકણ હતું ...એક કાનમાં લટકણ નોહતું .
  ' ના , યાર ! ઘરેથી તો બેય કાનમાં હતા .. ના જાણે ક્યાં ગયું .  યાર આજનો દિ જ ભંગાર છે ...' કહી જાનકી લમણે હાથ દઈ બેસી ગઈ .
  ' કેમ શુ થયું ..કિંમતી હતું...? '

 ' હા , પપ્પા એ આપ્યું હતું. કોલેજમાં પેલા વરસમાં પ્રથમ નમબરે  પાસ થઈ ત્યારે ....સાચા હીરાનું છે ...શુ થશે મારુ ? '
   ' હે ...હીરાનું ? '
   ' હા , પપ્પાએ એ લટકણ મને અપાવવા માટે એક વર્ષ સુધી બચત કરી હતી.  કેટલી મહેનતથી એમણે મને ભેટ આપ્યું હતું . ને મેં આજે એને ખોઈ નાખ્યું....'
    કહી જાનકી ની આંખના આંસુ આવી ગયા .
    વિલાસ ગમે તે થાય મારે એ શોધવું જ પડશે ...હું જાવ છું ...
  ' એમ નહિ .હું પણ આવું છું . ' કહી એ બેય લટકણ શોધવા નીકળી પડી.
   ' જો એ રીક્ષા વાળો મળી જાયને તો ...મને લાગે છે કે મારું લટકણ એની રિક્ષામાં જ પડી ગયું હશે ....
'
' જો એમ થયું ને જાનું તો માની લે કે એ તો ગયું. કોણ રિક્ષાવાળો એ કિંમતી લટકણ પરત આપે ?
      વાત પણ સાચી હતી એ સમયમાં કોઈ મળેલો ગ્લાસ નથી આપતા તો સાચા હીરાનું લટકણ તો ...સપનામાં રામ ભજો ભાઈ !!!

     ને એ બન્ને પહલા તો મેદાનમાં જોવા લાગી.  જાનકી જ્યાંથી આવી ઇયા થી ઓફીસ સુધી એ બન્ને એ લટકણ શોધવા લાગી .
     બન્ને મેદાનમાં કોઈ ગાંડાની જેમ શોધતી હતી ...ત્યાં જાનકી એ કૉલેજના મેદાનમાં એક ખૂણામ એક રીક્ષા જોઈ .
   એને કઈક અણસાર આવ્યો ને એ ભાગી .. જાનકી ને આમ ભાગતી જોઈ વિલાસ તો ઘડીભર  દિગ્મૂઢ બની ગઈ .
  એ રીક્ષા પાસે જઈ બરાડી ...
   ' વિલ ....આ જ રિક્ષામાં હું આવી હતી...! હરામખોર તો મારું લોહી પી ગયો છે પણ આ કોલેજના મેદાનમાં આ રીક્ષા અહી શુ કરે છે ? '
વિલાસ નજીક ગઈ ને રીક્ષા જોઈ એ ચમકી....
  ' તું આ રિક્ષામ આવી ...'
 ' હા...આ જ રિક્ષામાં ....'
    ' અરે તું તો મરાવી નાખીશ....ભાગ ....જલ્દી ભાગ......! '
' કેમ શુ થયું ? ! '

 ' .......ભાગ..... ! '
  કહેતી વિલાસ ભાગવા માંડી અને કંઈ સમજ્યા વિના જાનકી પણ !
     બન્ને ભાગતી રૂમમાં બેસી ગઈ. 
  ' હાશ બચી ગયા ! '
   ' કેમ શુ થયું ? '
  ' એ બધું સમજાઈ જશે....અહીં બેસી જા ! '
   ને બન્ને એ બેન્ચ પર બેસી ગઈ . આખો વર્ગ બેઠો હતો . વાતો ના વડા ! બીજું તો હોય પણ હું .....
   ને લોબીમાં કોઈના પગલાં પડતા સંભલાયા !
   આખો વર્ગ અચાનક ચૂપ થઈ ગયો .
    એક પાતળા , ઊંચા , ચશ્મા પહેરેલાં , સામન્ય કપડા પહેરેલાં , પગમાં સ્લીપર , શર્ટ કદાચ ઘણાં વર્ષો જૂનું હ્હે....એવા એક ભાઈ આવ્યા .   

 ' ગુડ આફટરનૂન સર ! '
  ' બેસો...! '
   ને આખો વર્ગ શાંત ....
    બેન્ચ પર બેઠા પછી જ્યારે જાનકી ની નજર એ ભાઈ પર પડી તો એની નીચેની જમીન હલી ગઈ .
    એ ભાઈ બીજું કોઈ નહીં પણ જે રીક્ષા ચલાવતો ભાઈ હતો એ જ હતા ....
        હવે એનાં મોતિયા મરી ગયા .
         હવે શુ થશે ?
       પણ જયારે એ રામુ એ જાણે કઈ જાણતાં જ ન હોય એમ એનો પરિચય લીધો ત્યારે એના મનને શાંતિ થઈ .
        ને ...
     ' હું રામજી સવજી ...આપનો ઇતિહાસ નો વિષય લઈશ ..આશા છે કે આપણું આ વર્ષ સુખરૂપ જશે .. '
    ને....

     ' હા , તો મિસ જાનકી આપ ઓફિસમાં આવજો ...! '
    કહી એ જતાં રહ્યાં .
        થડકતા હૃદયે એ ઓફિસમાં ગઈ . ખુરશી માં એ સાહેબ બેઠા હતા .
    ' સર આવું ? '
   ' હા , ! '
      અને એ ટેબલ પાસે પોહચી તો ..
    ' તમારું આ વસ્તુ મારી રિક્ષામાં પડી ગઈ હતી . પાછળથી અવાજ કરયો પણ તમે જવાબ ન આપ્યો.... ને ઉતાવળે જતા રહ્યા . આ રીતે બેદરકાર ન બનવું. .ને ઉતાવળ ન કરવી.. ' કહી એ લટકણ હાથમાં મૂકી જતાં રહ્યાં .
    પરત આવી ને વિલને પૂછ્યું તો ખબર પડી કે એ અનાથ છે ને એ રીક્ષા હાંકી પોતાનું ગુજરાન ચલાવે છે ને પૂરો પગાર અનાથાલય ને આપી દે છે.  સૌથી કડક અને સૌથી શ્રેષ્ઠ પ્રોફેસર છે એ કોલેજના ...
    ને જનકીની આંખો ઝળહળી ઉઠી .
     જાનકી કયાંય સુધી હાથમાં રહેલાં લટકણ ને જોઈ રહી. 
લેખક શ્રી - મહેશ ગોહિલ

No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...