please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

હું અને રતનિયો !

હું અને રતનિયો !

     શાળાનો ઘંટ પડી ગયો હતો . પ્રાર્થનાની સૂચના અપાઈ રહી હતી ત્યારે શાળામાં પ્રવેશવા માટે એક છોકરો દરવાજામાં ઊભેલાં ચોકીદાર સાથે રકઝક કરી રહ્યો હતો .
' ભોળાભાઈ , દરવાજો તો ખોલો ! '
' અગિયાર વાગી ગયા હો ભાઈ ! '
 ' હા , અગિયાર તો વાગી ગયા છે પણ થોડું મોડું થઈ ગયું . હાલી ને આવું છું ને એટલે . સર્કલમાં ગાડીયું ભટકાણી હતી તે એમાં ટ્રાફિક જામ થઈ ગયું ને હાલે એવું થાય તારે હાલું ને ? એમાં મોડું થઈ ગયું . દરવાજો ખોલો ને ? '
  ' કાલે , આવજે ! હાલ , હાલ ...હમભળાતું નથી...હાલતો......'
      હજી શબ્દ પુરા થાય પેલા તો દરવાજો ખુલી ગયો ને છોકરો દોડતો અંદર પેસી ગયો . ભોળાભાઈ દરવાજાના ખૂણામાં ઊભેલાં રાજુ ને ધમકાવવામાં રહ્યા ત્યાં આગડીયો ખુલી ગયો ને બેય છોકરા ભાગી ગયા .
   ' એલા....ઉભો તો રે ! કોણે કીધું તને દરવાજો ખોલવાનું ? '
    પણ હવે પગ વર્ગખંડની બાજુ દોડી ગયા'તા .
     હવે કોઈ આરો નોહતો . ને !
     બીજું કોઈ નય ઓલો રત્નો ! ને છોકરડાની મસ્તી ને મૂછમાં હસ્તા ભોળાભાઈ વળી દરવાજે મુકેલી ખુરશીમાં બિરાજમાન થઈ ગયા . ને શાળામાં પ્રાર્થના નો રવ ગુંજી રહ્યો . .......
                    ★★★★
     '  ક્યાં મરી ગયો તો ? '
     છેલ્લી બેંચે બેઠેલા બે માંથી એક બબડયો .
    ' કયા સુ , સર્કલે ઘાણી કરી નાખી . એક હોન્ડાવાળો સ્ફુટીની વાંહે ઠોકાય ગયો . ઈમાં બધાંને ઉભા રહેવું પડું . લપમાં મોડું થયું તો ભોળિયો અંદર નોતો આવવા દેતો ...નવરો ! '
  '  પણ ....'
 ' નમસ્તે ...સર ..'
   સામુહિક માન આપવા બધાં ઉભા થયા હતા.  બય તે ઉભા થઇ ગયા .
   ' નમસ્તે બેસો . '
   અને શિક્ષક અને પરિક્ષાર્થીઓ નું કામ શરૂ થયું .
  છેલે બેઠેલા બેય કાગઠિયા ક્યારના મોકો શોધતા હતા કે સાબ જાય ને વાત નો ફોડ પડે !
  પણ ઈચ્છા તો કોઈની ક્યાં પુરી થઈ છે .. બધાં મુંડા નીચે પુસ્તકમાં ( ? ) નજર રાખી સાબ ને સાંભળતા રહ્યા . પિરિયડનો બેલ પડ્યો કે ..
   ' એલા કામ પૂરું કર્યું ? '
  ' હા ! '
' કેટલા લાયો સુ ? '
  ' વીસ ! '
  ' હો ! '
' ક્યારે જવું છે ..રત્ના ? '
 ' તું કે તારે નીકળી જવી . પણ રાજ્યા તે વિહ ને મૂક્યા ક્યાં છે ? '
' સામે જો  ! '.......
કહી રાજુએ શિક્ષકના ટેબલની પાસે પડેલા એક મોટા બોક્સ જેવાં ખોખા તરફ ઈશારો કર્યો . કોઈ મોટા એલસીડી નું ખોખું હતું . ખૂણામાંથી તૂટેલું , ચારે બાજુ દોરીથી જાણે ખોખાને બચાવી રાખ્યું હતું . નહિતર તો ક્યારનું પડી જાત .
  ' એલા , ક્યાંથી લાયો ? માચડા જેવું ? '
' કાલ જતો તો એક ઘરની બાર પડ્યુતું . પછી માસીને પૂછ્યું ને હા પાડી તો લઈ લીધું . માળું હારું કામમા આયુ નકર બધું લાવત સેમાં ?
  ' એય ...રાજ્યા શુ વાત છે ? ' સાબ તાળુક્યા હતાં . સાબ આવી ગયા હતાં ને બેય ....!
  ' કંઈ નહીં સર ! ' કહી રાજુ પુસ્તકમાં માથું નાખી દીધું .
' પસી રિસેસમાં ! ' એટલું તો તોય બોલી લીધું .
    અને વાત માં પિરિયડનો પડદો પડી ગયો ........
     ★★★★★          ★★★★★★
   ' હા , ચાલ હવે બતાવ તો ખરો કેવું બનાવ્યું છે ? ' રત્નાએ રાજુને પૂછ્યું .
   ' હાં , શાંતિ રાખ ભય . પોણી કલાક સે ને વીહ સે. શાંતિભાઈને પડખે બેહાડી દે ! '
   ...અને આંખોમાં કોઈ વિશેષ કર્યાના અભિમાન સાથે રાજુએ બોક્સની દોરી કાઢી નાખી . રતનો કોઈ બીજી દુનિયામાં આવ્યો હોય એમ જોવા તલપાપડ બન્યો . રીસેસ માં વર્ગમાં બે હતા ને એમનો ખજાનો જોવા ....
   ' વાવ ....રાજ્યા તે કઈ રીતે બનાવ્યું ? કેટલું સરસ છે . '
  ' એલા , શાંતિ ...બધું કવ સુ . ' ને રાજુએ પોતાની કૃતિઓની માહિતી આપવા મંડી .
' જો , પેલાં તો 20 અઠવાડિયા પાંસ ભેગા કરી ડ્રોઈંગ ચાર્ટ લીધાં તો તને ખબર છે . હવે જો જે સે ને જારના રાડા જ્યારે પીળાં થઈ જાય ને તય ઈમાંથી જે થર્મોકોલ જેવું ધોળું પંભડા નીકળે ઈમાંથી બનાવ્યું . '
   રત્નો જોઈ રયો . રાધા ક્રિષ્ના શુ બનાયા તા , ધોળા થર્મોકોલનાં રાડા ને ચીરી ચીરી એનાં થી રાધા કૃષ્ણ બનાવ્યા હતા ........
   ' તે હે બનતાં કેટલા દી થયા ? '
 ' પાંચ ! '
' પાંચ . મારે તો ભવ જાય . લગાડ્યા કેમનાં . ફેવિકોલ તો તમે મળે નહિ...'
' બસ , એટલું . ગાંડા બાવળના ગુંદરને ઓગળી એને ગાળી એનાથી ચિપકાવી દીધું . ને બવ બાસ આવી તો બાજુનાં મગન કાકા પાહીથી ફોક્સ લઈ બે ચાર સ્પ્રે છાંટી દીધાં . '
    મધ્યમ વર્ગની ઊંચી કલાના સ્વામી રાજુ ....
    અને પછી તો લાકડાનાં કકડા , સ્ક્રેપ માંથી નીકળતો લાકડાનો ભૂકો , ફોનનાં સીમકાર્ડ ને જાણે કઈ કઈ વસ્તુમાંથી એને કલા કૃતિ બનાવેલી હતી .
એક પછી એક વીહ જોઈ રહ્યા ત્યાં રીસેસ પુરી થઈ .
    ★★★★★★
     ' બવ મસ્ત બનાવ્યું સે હો રાજ્યા ! '
    ' હા , મસ્ત તો બનાવવું પડે ને ! '
    સાબ કોઈ કામ સબબ જિલ્લા પંચાયતમાં ગયા ને એમનાં ફ્રી પિરિયડમાં બેય વાતોએ વળગ્યા .
     ' કેમ નય , ભાભી એટલી સારી છે તો આય સારું તો બનાવવું પડે ને ? '
   ' રત્ના પાસું તે શરૂ કર્યું ? '
   ' હા , આમેય બીજું તો તું કઈ વિચારીશ નહીં ! '
   ' નથી આવી ? '
   ' આવી સે ને ! '
  ' તો ઇયા સે નહીં !'
 ' ક્યારે જોયું ? '
  ' ક્યારનું ! '
  ' ઓફિસમાં છે ...કોઈ સુશોભન ચાલે સે ને ભાભી એમાં માસ્ટર સે , કેમ ! '.......
 ' હા , અને ઓલી આવી સે ? '
' હા , ઈય આવી સે ને ઈય ત્યાં...બેય ચગું મંગુ સાથે હોય ને ? '
' એક વાત પુસુ રાજુ ? '
' તારે પુંસવું પડે ? '
 ' ના , પણ એક વાત કવ ..તું બધું એનાં માટે કરે છે ને ? '
' રાજુએ માત્ર આંખ રત્ના સામે માંડી .'
ઘણીવાર આંખ કેટલુ બધું બોલી દે સે ને એય કઈ પણ બોલ્યા વિના !
' તો પસી એને કેતો કેમ નથી ? '
 રાજુ રત્ના સામું જોઇ રહ્યો .
  ' જોવાનું બંધ કર નકર માર ખાઈશ . '
' કેમ ...બળવા આવી ..? '
' બન્ધ થા , જો મેં કેમ ઓલી ને ધડાકે પુસી લીધું . હા , તો હા , બોલવું હોય તો બોલે નકર ...તુંય એમ એને...પુસી.....'
 ' રત્ના ? '
' હા , ભાઈ બંધ થવું સુ .'
 થોડી વાર આખા વર્ગમાં વાતો ચાલતી હોવા છતાં બેય માટે શાંતિ છવાઈ ગઈ .
 ' ક્યારે જવું સે ? ' આખરે રત્નાએ શાંતિ ભંગ કરી .
' હમણાં ...સાબની રજા લઈ ત્રણ વાગ્યે નિકળી જસુ.......
   ★★★★■ ★★★★★★ ★★★★★★
     બેય રસ્તા પર આવી ગયા હતા . કોઈ મહામુલુ મોતી સાચવ્યું હોય એમ રાજુ બોક્સ પોતાની કાંખમાં લઈ લીધું હતું .
 ' લઈ તો લેસે ને ? '
' લઈ લેશે ...અરે ! બધાં જોઈ ગાંડા થઈ જવાના ! '
' સાચું ...? '
 ' એલા હા , ઈય ગાંડા થઈ જાશે અને જો ભાભી જોસે ને તો તું નહિ પુંસ ને તોય ...'
' રત્ના બન્ધ થવું કે ...? '
 ' હા , ભાઈ હા , પણ હવે ઓર્ડર તારે ઓલીને આપવાના હો .. ? ! '
    અને બેય એક આર્ટ એકજીબિશન ના ગેટ આગળ આવી ગયા.
     શહેરની ' વિકસીટ' વસ્તી હતી !
     ' ઓય કયા...? ' ચોકીદાર તાડુંકયો .
' એલા ચોકીદારે તો પતર ઠોકી સે . સ્કૂલે જાવ ટોયને બાર જાવ તોય . ' રાજુ નો પિત્તો ગયો .
' શાંતિ ભાઈ , એક કામ કર તું સામે મોલ આગળ બેન્ચ પર બેસ . હું મંજૂરી લઈ આવું સુ . બધું ક્યાં ફેરવસુ . ? '
 ' ઓકે ..ઝટ આવજે ...તને ખબર સે મને રાહ જોવી નથી ગમતી...'
' હા , અમારી તો રાહ જોવાય ને ...પણ સામે તો.....?  હા...'
' તારે જવું સે કે નય ? '
' જવ સુ '  ને રત્નો બાજુમાં ઓફિસે ગયો .
' મંજૂરી નય મળે તો કોણ લેશે ? ' નાં વિચારમાં રાજુ ખોવાયો . કેમકે એનાં પર તો ઘણો આધાર હતો .કયારેક સાવ સામાન્ય વસ્તુ માટે બીજા માટે ખૂબ મહત્વની હોય સે ને ?
 ' વની આવશે ...? ' પ્રશ્ન એને છેલ્લા બે વરહથી સતાવતો હતો . સોકરી હતી જેના માટે કઈક બનવા માંગતો હતો . અને પણ કદાચ સોકરીને ખબર સે કે કેમ પણ જાણતો નોહતો . હા , ક્યારેક એમની ફિક્સ જગ્યા છેલ્લી બેન્ચ પર શિક્ષક ભણાવતા હોય તયારે ખબર નય કેમ બે આંખો મળતી તો એને તો  એવું લાગતું કે બધું જાણે છે . .... આંખો એને પ્રેરણા આપતી કે એની માટે કંઈક ....
' ઓય ....ચાલ...! '
  રત્નો રાડું પાડતો હતો .
' એને ખબર સે....તું નો કે ને તોય...! '
  ને રત્ના મંજૂરીનું ફરફરિયું જ્યારે લેહરાવ્યું ત્યારે રાજુનાં ચેહરા પર કોઈ જગ જિતયાનો આંનદ હતો ...
   ' ચાલ ...' અને રત્નો એને લેવા સામો ચાલ્યો ....
હજી પગ આગળ માંડે ત્યાં........
       એક જબરદસ્ત ધડાકો થયો . કોઈ કાય સમજે પેલા તો રાજુ જ્યાં બેઠો હતો એનાથી થોડે દુર એક ધડાકો થયો . પેલા તો પ્રચંડ અવાજ , પસી લબરકા લેતી આગ અને પસી ધુમાડો .....ઘડી ભરમાં તો બધું બદલાઈ ગયું ..હમણાં એક સોકરો એક સોકરી માટે કંઈક બનવાના શમણાં જોતો હતો ...બાજુના ગલ્લે કાકા પાન બનાવતા હતા  , રત્નો રાજ્યા ને લેવા અવતો હતો.  હવે ત્યાં તૂટેલા , સળગેલા શબના ઢગલા હતા . માન્સ સળગતું હતું ....ને કદાચ માનવતા પણ ! માન્સ ની દુર્ગન્ધ હવામાં ભળી . રત્નો દૂર હતો તો ફંગોળાઈ ગયો હતો . રાજુ અને તેનાં ચિત્રો આગમાં ......
    ★★★■★★★
     ત્રણ દિવસ પસી જ્યારે રત્નો ભાનમાં આવ્યો ત્યારે સીધો રાજુ પાસે પહોંચી ગયો . દવાખાનું જાણે બોમ્બનું કારખાનું હતું . ઠેર ઠેર માણસો પડ્યા હતા ....કોઈ હાથ વગર , કોઈ પગ વગર , કોઈ ......
  ' રાજુ ક્યાં ...? '
  અને પુસ્તો પુસ્તો જયારે રાજુ પાસે ગયો.....
   એની પોતાની જાતને સાંભળી શક્યો . બારણામાં ફસડાઈ પડ્યો. એની આંખોમાંથી આંસુ આવી ગયા.  હોઠ નોહતા ખુલ્યા છતાં આંખો છલકાઈ ગઈ હતી.  કદાચ એનું નામ લાગણી છેને ...?
    રાજુ નો અડધો ચેહરો પૂરો સળગી ગયો હતો.  ભાગમાં ચામડી નું ઓપરેશન થયું હતું . કોઈ બિહામણો ...ભય લગે એવો .. એક બાજુનો હાથ ક્યાં રંગનો સે ખબર પડે એટલો બદલાઈ ગયો હતો . આખા શરીરે પટ્ટીઓ હતી... ધીમેથી ઉભો થયો...
' રાજુ .....'
બેયની આંખો મળી..... રાજુની આંખ પણ બોલી જે રત્નાની બોલીતી ....
     ' .......?.'
'...........!'
હવે શબ્દોની જરૂર નોહતી...
  ' એક કામ કરીશ....? ' રાજુએ પૂછ્યું ...
' સુ જોઈએ બોલ....!'
 ' થોડા કાગળ અને થોડાં રંગ ....!
    ★★★★★★★★★■■★★
     મહિના પસી આર્ટ એકજીબિશનમાં એવા ચિત્રો આવ્યા જે .....કોઈની કલ્પનામાં હતા . વિકૃત થયેલા માનવ!
      બધા સોલ્ડ.......
       ◆◆◆◆◆◆
       '  ચાલ ....! '
  '  ક્યાં ' રાજુએ પછ્યુ .
     ' આપણે જવાનું છે ....! '
    '  ક્યાં નથી જવું .. હવે ક્યાંય જવાય એવું નથી રત્ના ! તું આવેશ બહુ છે ....જે દિવસે મેં મને અરીસામાં જોયો ને ....?'
' બન્ધ થા ! અને છાની માની તૈયાર થા !  '
 સાદા કપડાં એને ગમતા હતા .
   અને....
' ચાલ બેસ ...!'
 ' અને સાયકલ પર બેસાડી રત્નો એને નદી કિનારે બેન્ચ પર બેસાડી ....જતો રહ્યો .
  કેટલા દિવસ પસી બાર નીકળ્યો હતો ને ?
    નદી ને જોઈ રહ્યો.  પોતાના સપના પણ નદી તાણી જતી હોય એમ લાગ્યું . એની આંખમાંથી ધીરેધીરે ખબર પડે એમ પાણી ઉભરાઈ આવ્યા .
 'ક્યાં મરી ગયો ? '
  આજુ બાજુ ...જોયું કોઈ હતું ...નહિ....
  ' ક્યાં મરી ગયો ...? '
    કદાચ પોતાનાથી નારાજ હતો .
   

    થોડી વારે સામેથી એક ડ્રેસ નજરે ચડ્યો . મહેંદી રંગનો ડ્રેસ ! એની નજર બાજુ ગઈ ને એને વની યાદ આવી ગઈ . હશે ....થી મન મનાવી નદી તરફ જોઈ રહ્યો .
    પણ ડ્રેસ તો એની તરફ આવતો હતો . નજર ચોખ્ખી થઈ .
  વની હતી .
     રાજુનાં ધબકારા કદાચ બંદ પડવાના હતા .
      વની એની બાજુમાં આવી બેસી ગઈ . કોઈ વાત નહિ . કાઈ નહીં !
    નિરવતા .........
      થોડી વાર પછી વનીએ રાજુની સામે જોયું ........
         થોડીવાર પસી રાજુએ પોતાનું માથું વની ના ખભા પર ઢાળી દીધું .
     વનીની આંખમાં આંસુ હતા . રાજુ જેને માત્ર જોતો હતો આજે એની ' સાથે 'હતી .
      નદી કિનારે વનીનાં ખભા પર માથું ઢાળેલો જોઈ નદી કાંઠે ના મન્દિર પર રત્નો અને જાનકી કોઈ અલૌકિક સુખમાં ડૂબકીયો ખાઈ રહ્યા હતા.......
લેખક - શ્રી મહેશ ગોહિલ

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...