please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

સો રૂપિયાની વાર્તા


      સો રૂપિયાની વાર્તા .

     ગફુરભાઈનાં મકાનમાં બીજા માળે રાતે બાર વાગેય વીજળીનો ગોળો બળતો હતો . દીવા તળે અંધારું હોય એમ ચારે બાજું રાત્રીએ પોતાનો અંચળો ફેલાવી દીધો હતો . હમણાં સુધી ભસતાં કૂતરા પણ ભસી ભસી થાકી ક્યાંક ખૂણામાં ઢબુરાઈ ગયા હતાં . થોડે દુર વીજળીની ઝળહળાટ આંખ્યું ને આંજતી હતી પણ અહીં તો કદાચ આભડછેટ અનુભવતી હશે એમ ત્યાંથી ચાલીમાં આવી નોહતી . આખો દિવસ ' મજૂરી ' કરી થાકેલાં દેહ આરામમાં હતાં ! ઘરનાં એક માત્ર રૂમના વીજળીના ગોળા બુઝાવી આવનારા દિવસની મજૂરી કરવાની હામ ભીડતા હતા . કેમકે મજૂરી એમનો જીવન મંત્ર હતો . ક્યાંક બિલ આવી જાય સાવચેતીના પગલે લાઈટ ને વેલાં બંદ કરવા વેલાં જમી , આજુબાજુના ઘરની લાઇટમાં બધાં ભાણા ઉટકી નવરા થઈ ગયા હતા . થોડી ચણભણ અને થોડી દનૈયામાં થયેલાં અપમાનને વાગોળતાં વાગોળતાં ચાલી થાકથી સુઈ ગઈ . એમાં ગફુરભાઈના ઘરે વિજળીનો ગોળો જબક્યો . પણ ઝબકારો જોવા કોઈ હતું નહિ નહિતર જરૂર કહેત કે લાઈટવાળા તમારા બાપાના દીકરા છે તે તમારા હગાને ચાલુ કરી મુકો સે . બન્ધ કરો ભાઈ !

     પણ આવા સાચા વણ કહેવા અત્યારે તો કોઈ હતું નહિ . લાઈટનાં અજવાળામાં રૂમમાં કઈક ખાંખાખોળા થતાં હોય એમ ધીમા ધીમા અવાજ આવતાં હતાં .

     એક પાથરણા પર એક પચીસેક વરહનો જુવાન બેઠો બેઠો કાગળમાં કંઈક લખી રહ્યો હતો . પડખે એક ટિફિન પડેલું હતું . શાકનો રસો ટિફિન પર લાગેલો હતો . એક પેટીમાં રૂમનો ખજાનો ભરાયેલો હતો . જેમાં બે જોડી રફુ કરેલા કપડાં , એક કાચ તૂટેલી ઘડિયાળ ને થોડી આચર કૂચર વસ્તુ હતી . હા , બે ત્રણ નોટબુક દ્રશ્યમાં અલગ લાગતી હતી . રૂપિયાની પેન કાગળ પર ચાલતી હતી . એને જાણે કઈ વિચારવાની જરૂર નોહતી . બસ એમ આપમેળે ચાલતી જતી હતી.  જાણે એને ખબર હતી કે એને શું લખાવાનું છે !

         પેનની કાગળ પરની દોડ સવારનાં ચાર વાગ્યા સુધી ચાલી . રોજની જેમ હવે એણે પેન મૂકી બુજારાના બદલે કપડું ઢાંકેલા ગોળામાંથી અડધે સુધી ચીરાયેલા પ્યાલામાં પાણી લઈ મોં ધોવા લાગ્યો . કદાચ સમય નું પડ ચહેરાના નસીબ આડેથી ખસી જાય . મોં ને પાણી વડે પખાલ્યા બાદ તૂટેલી સાદડી પર આડો પડ્યો . આંખોમાં કઈ કઈ ફિલ્મના નમ્બરિયા પડવા લાગ્યા . અનેક ઈન્ટરવલ અને ફિલ્મો એની આંખો સામે ઉતરી ગઈ અને ....

      એમ તો પણ એક સમયે એવો ફિલ્મી હતો ને ! પણ ત્યારે તો  બાપા હતા  ને ? હા , એટલે તો ને ? મોટા વેપારીનો એક નો એક દીકરો હતો ને ! અમર ! હા , બાપાએ કેવી આશથી એનું નામ રાખ્યું હતું અમર ! એની અમર આશાનું નામ ! એક તો દસ વર્ષે આવેલો ને એમાંય લખમી માં ! કઈ કેવાનું હોય . જેમ જેમ મોટો થતો ગયો , તેમ તેમ કોઈ ફિલ્મ ની જેમ એની જિંદગી બનતી ગઈ . બધું હાજર ! તરત ! તાબડતોડ ! બધું ! કોઈ કાલ્પનિક દુનિયાનો જીવ બની ગયો ને  યુ નો જસ્ટ લાઈક એલિયન !
       છેલામા છેલ્લો સ્માર્ટ ફોન , બાઇક , ઘડિયાળ , પર્સ , બુટ ....એક વરરજો ! જેનાં લગ્નની ખરીદી દરરોજ થતી . મોં માં કોળિયા મુકવા પણ મા ! હવે જો રોજ વરરજો બનતો હોય તો પછી ...
     હા કેવા અદભુત દિવસો હતા ને ? અચાનક ફિલ્મનાં પડદા પરથી પાંચ બાય પાંચ ની ઓરડીમાં પટકાઈ ગયો.  પડવાનું આટલું બધું દુઃખે છે કેમ ? જેટલો સંઘર્ષ ટોચ પર જવામાં કરવો પડે છે એનાં કરતાં તો પથારીમાં સુવામાં વધુ પરસેવો પાંડવો પડે છે એવું એને લાગ્યું . કેમકે સુંવાળી યુવતીની ત્વચાના સ્પર્શ થી તમે ગફુરભાઈની રૂમમાં આવી જાવ તો થોડું તો કઠે ને ?

     દિવસે પણ અમર ને એવું કઠવા આવી ગયું તું ને ? દિવસે માબાપ મુંબઈ જવાના હતા . કોઈ સબંધી નાં કોઈ ફંક્શનમાં ! બોલો એક સમયે ગામમાં બાજુમાં રહેતા મગનકાકા ના ઘરે લગ્નમાં જવા ટાઈમ નથી રહેતો લોકો ને આવા ફંક્શનમાં જવાનો ખૂબ વિશાળ ટાઈમ મળી રહે છે.  આમ તો એને ફંક્શન કહી શકાય . કહેવું હોય તો કહી શકાય કે સોદાબજાર ! જેમાં એક પ્રોજેકટ , ટેન્ડર , પ્રોગ્રામ માટે કા તો કાવડીયાનો સોદો થાય છે અથવા તો ગોરી ચામડીનો ! અને બધાં ખૂબ મલકતા મલકતા વાતો કરે છે , ' હેલો મિસ્ટર ચોપડા ! કેમ છો ?

       દિવસે અમરને ફિલ્મ જોવાં જવું હતું ને એનાં બાપા ને એને પોતાનાં વારીસ તરીકે પાર્ટીમાં પ્રસ્તુત કરવો હતો.  પણ અમર ના મને મિત્રો સાથે ફિલ્મ વધુ ' પ્રસ્તુત ' હતી.  ને ચાલ ....હું નહીં આવું પપ્પા ...ની રકઝક ના અંતે મોંઘીદાટ કારમાં ત્રણ માનવી ભભકાનો ટોપમારો કરવા નીકળી પડ્યા . હવે સુરતથી મુંબઈ તો જવું પડે તો કારમાં બેસવું તો પડે ને ! અમર સુંવાળી સીટમાં હતો છતાં એને મનમાં કઠતું હતું . ને છકડામાં ત્રીસ ત્રીસ જણા એક સાથે બેસી જાય તોય ગપાટા મારતા જાય છે.....ને પપ્પા તમે....?

      હજી વાક્ય પૂરું કરે પહેલા તો કારને સજ્જડ બ્રેક લાગી.  ચિચિયારી કરતી કાર રોડની એક તરફ ઉતરી ગઈ. 
     " શું થયું ? '
'કઈ નહીં મને લાગ્યું કે કોઈ રસ્તા વચ્ચે આવી ગયું ! '

  ' હવે તમેય શુ , અડધી રાતે કોણ નવરુ છે રોડ વચ્ચે આવવા ? '
 '  પછી ..કોઈને વાગ્યું તો નથી ને ? '

   ' ના ..તને અમર કંઈ થયું નથી ને ? '
 ' ના , ....'
     અને ટ્રેણેય કારમાંથી બહાર નીકળ્યા . મોંઘી સાડી , મોંઘા સુટ અને જીન્સ ચીમલાય ગયા હતા . ખબર પડી કે કોણ આવ્યું ?
    ' ત્યાં ઉભા રહેજો ! '

     પાછળથી એક રોફાદાર અવાજ આવ્યો . ને અંધારામથી પાંચ કાયા પ્રગટી ! મોં પર બુકાની બાંધેલી હતી . કોઈ પહેલવાન હોય એમ તેમનાં શરીર કસાયેલા લાગતા હતા . કોઈ ચરુ જેમ જમીન માંથી નીકળે તેમ પાંચેય નિકલ્યા અને મોંઘા દેહ ને ઘેરી વળ્યાં .
    ' કોણ છો ...?
   ' છાની માની નો બેઠ ! ' કહેતો એક હાથ અમર ના ચેહરા પર પડ્યો .

'   પ્લીઝ , એને મારો ! ' દીકરાના ને બચાવવા દંપતી ' અજાણ્યાં ' ના પગમાં પડી ગયા .
     ઘડી બે ઘડી માં શું થઈ જાય છે ? ને ? !
       ચાલો , નવાબજાદો... ઘરે ...અને તૈણય ને પોતાની ગાડીમાં બેસાડી એમનાં ઘરે લઈ ગયા . અજબ વાત હતી કે છેક બંગલા સુધી કોઈએ પૂછ્યું નય કે કયા ખૂણા પર વળવાનું છે ? સીધી વાટ હતી કે પ્લાન હતો. કોઈ અચાનક થયેલી ઘટના નહીં .
    એક સાથે એક બધાં બંગલામાં પ્રવેશ્યા . બરાબર હોલ માં ત્રણેય ને બેસાડ્યા . ને એમની સામે પુરા બંગલા ને ખૂબ ધીરજથી લૂંટયો . ઘરેણાં , રોકડ , દસ્તાવેજ , ફોન , કપડા બધું અને પછી માબાપ અને દીકરાની આંખો અચાનક બંધ થઈ ગઈ .

 ★★★★                  ★★★★★★★         ★★★★★★★     ★★★★★★★ ★★★★★★★★
      પંદર દિવસ પછી જ્યારે અમરે દવાખાનામાં આંખ ખોલી ત્યારે બધું બદલાઈ ગયું હતું . એક નાના એવા ઓરડામાં પડ્યો હતો . એને આમ આંખ ખોલતા જોતા ડોકટર આવ્યા ને ...
    ' કેમ છે અમર ? '
    ' મારા મમ્મી ક્યાં છે ? '
   ' .....'

    ડોકટરના મૌને બધાં જવાબ આપી દીધા . ત્રીજા દિવસે ડિસ્ચાર્જ થયો . ઘરે જવા નીકળ્યો . ટેક્સી નું ભાડું ચૂકવતી વખતે ખબર પડી કે પર્સમાં હવે પાંચ હજાર હતા . ચાલો છે તો ખરા થી મન મનાવતા ઘરમાં જવા ગયો ત્યાં ..
   ' ઓય  કિસકા કામ હૈ ..કિધર જતા હૈ . નિકલ. '
    હવે એની નજર બોર્ડ પર ગઈ.  બંગલાનું નામ બદલાઈ ગયું હતું . માલિક પણ !
  
       હવે એકલો હતો . પહેલીવાર ખબર પડી કે શું છે ?

       ધીમે ધીમે શીખતો રહ્યો.  દોસ્તોનાં બારણા બંદ થયા ત્યારે , રીક્ષા ના બદલે પેલી વાર ત્રણ કિલોમીટર ચાલી લોજે જમવા પોહનચ્યો ત્યારે , તરસ લાગતાં ઠંડુ મિનરલ વોટર ના બદલે પરબ પર સીધા હાથેથી પાણી પીધું ત્યારે.  હવે શીખતો ગયો ...અને સમજતો ગયો .. શું છે ?
      જેની તરફ એણે ક્યારેય નજર નોહતી નાખી પુસ્તકો પર ચોંટી ગયો.  પુસ્તકોની દુનિયામાં ખોવાતો ગયો.  સારું છે 400 ₹ માં પાંચ વર્ષ પુસ્તકાલય માં પુસ્તક વાંચવા દે છે નહિતર મારુ શુ થાત . મહિના માં તો એણે અજાણી દુનિયા ખેડી નાખી . ફિલ્મ ની દુનિયામાંથી બહાર આવી ગયો .

    હવે પાંચ હજાર પુરા થવામાં હતા . ભાડું અને એક ટાઈમ જમવાનાં ખર્ચ પછી હવે આવતાં મહિને ક્યાંક ફૂટપાથ પર કે બાંકડા પર કે ક્યાંક રસ્તા પર કે ....
    વિચારમાં હતો .
    આજે જો ઉપવાસ ખેંચી લેવાય તો હજી બીજા ચાર દી નિરાંત રે ! અને જે ભજીયા બે દિવસથી ખાઈ દિ ટૂંકો કરતો હતો.  ફરી ખાવા લારીએ આવી ગયો. 
    વીસ રૂપિયાના ભજીયા પેકેટમાં લઈ બાંકડા પર બેસી ખાવા લાગ્યો . હજી થોડા દિ પેહલા તો હું લારી નામની વસ્તુ છે પણ જાણતો નોહતો આજે મારુ જીવન ટકાવી રહી ચબે .. હા , બધું બદલાઈ જાય સે ....ઘડીમાં ....
    અને ભજિયાને પેટમાં ઓરવા લાગ્યો . માણસો દોડમાં હતા . જાકમજોલ હતી . બધે . ખાતો ગયો ને ખાલી થેયેલા જીવન જેવા કાગળમાં જોયું તો એક કટિંગ હતું.
  ' વાર્તા આપી જાવ , 100 ₹ લઈ જાવ ! '
   જેમ બિલાડી દુધ ભાળી ભાગે એમ એનું મગજ ભાગ્યું .
  ફિલ્મ થી  શરૂ થઇ તે કાગળમાં આવી તો પેલા દિવસે 100₹ મળ્યા . અને રીતે આવનારા મહિના ની તૈયારી કરી રૂમમાં આવી ગયો .
    આજે એને સૌથી શ્રેષ્ઠ વાર્તા લખવાની હતી . .પોતાની.....એને મનમાં એમ કે આવી શ્રેષ્ઠ વાર્તા લખીશ તો કદાચ થોડું વધુ વળતર મળે .  અને આજે સવારે ચાર વાગ્યા સુધી જાગ્યો અને લખ્યું.....
      બીજા દિવસે ખૂબ ઉલાસમાં ગયો....

    ઓફિસમાં .. અને
' વાર્તા અજોડ છે . '
    બધા પોતાને અજોડ સમજે છે ને ?
    પેલાં ભાઈએ એક નજર કાગળ પર ફેરવી અને હળવે થી  ખાના માંથી સો ની નોટ કાઢી એની તરફ મૂકી દીધી ને પછી ફોન કરવા પોતાના બાબા આદમ કાળના ફોનથી કોઈને કોલ કરવા  લાગ્યા .
     અમર સામે જોઈ પણ શક્યો .
    સો ની નોટ ખીસામાં મૂકી વળી ગફુરભાઈની રૂમે જવા ચાલવા લાગ્યો .
 


લેખક શ્રી - મહેશ ગોહિલ

No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...