please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

બસની સીટ !-- કેમકે હવે રાજલ એને માટે કંઈક ખાસ બની ગઈ હતી .


બસની સીટ !

      ' ધ્યાન રાખજે હો રમલા , નવ થઈ જ્યા સે ગમે તારે આવશે ...! '
' ચિંતા કરશો ...મોટ ભાઈ ...આવવા દો ...'
   ' બધું ઘરે જયું ... ગડદી તો જો . મને નથી લાગતું કે આમાં થોડોય મગન મળે ...! '
  ' તોય હું પોગી રહીશ ...તમ તમારે ટેશ કરો ને ...'
  ' ગગલો આમાં રેસે કે .... ગરમી માં ચિહે ચિહુ નાંખહે ...'
  ' અરે ! બારી પાંહે મગન રાખી દવ પસી ...તમ તમારે ભાભી બેય એન ટેશ થી બેહજો ..ને ગગલોય એયને પવનમાં રમશે... માથું પકડો .. બસ જોતા રહો .  '
     એક જુવાન એનાં મોટા ભાઈ સાથે મીઠો ઝઘડો કરી રહ્યો હતો . જુવાન પાસો સો માં હોહરો નીકળે એવો . કસાયેલું કાંડુ ને ચેહરા પરનું તેજ એને બધાથી આલગ પાડતું હતું . મોટા ભાઈને ચિંતા હતી કે આવી ભીડમાં જગ્યા મળશે કે કેમ ને નાનો સોકરો પાસો ગરમીનો ખા હતો.   મારો બેટો ગરમી થાય ને ગામ આખું માથા પર લઈ લે .શુ કરવું .. ઘડીક તો મન થયું કે તડ મૂકી પ્રાયવેટમાં જતાં રેવી.. પણ ભાડું યાદ આવતા એને મન મનાવ્યું ... એસટી હારી ...નાહકનું હું કામ એમાં ખંડાવા જાવું છે . ને પણ પોતાનાં બચકા પર આડો પડ્યો . થયું થોડો પોરો ખાઈ લવ ....ગગલો હજી એની માનાં ખોળામાં રમતો હતો .....લાજ કાઢેલા ઘુમટા માંથી શેહજ ડોકાતું એનું ગોરું મોં એની ભવ્યતા હતું . આમેય ગરીબીનું રૂપ એમાં સાચવેલું હોય છે ને ....એની લાજમાંથી ડોકાતું મોં જોઈ મેઘજી પોતાનાં નસીબ પર ઘડીભર તો અભિમાન કરવા લાગ્યો .
   નહીંતર કંકુ એનાં નસીબમાં હોય ?
        ને મેઘજીનું પૂરું ઘર કદાચ એનાં પ્રશ્ન સાથે સંમત થાય હો !
       મેઘજી રવજીનું સંતાન હતું એનું સર્ટિફિકેટ હતું . કેમકે એનું ઘર તો બહુ નાનું હતું પણ આબરૂ ની રીતે ગામમાં સૌથી મોટું હતું . ' રવજી ' એક એવું નામ જેને ઓળખાણ ની જરૂર નોહતી . કેમકે નામ પોતે આજુબાજુના પંથકમાં ઓળખાણ હતી .હવે ઘરનો મેઘજી ...એનું ફળ કંકુ !
   ઘણીવાર તો કંકુ ને પણ કહેતો ...
    ' હે ...કંકુડી ... મારા નસીબમાં તું ક્યાંથી ? '
   ' ઇયાથી .'..ને કંકુ હસી પડતી .
   ' તો સે ને નસીબમાં લખ્યું હોય મળે ..ગમે તેમ આમથી તેમ ફડા ખાવ તોય ! મળે તો જે તમારું હોય .  ! '
     ' એમ....?  '
   ' ......' ને બન્ને એકબીજાને જોઈ રહેતાં . એક સુખી જોડું કોને કહેવાય યો તમે કંકુ - મેઘા નું નામ કોઈ સંકોચ રાખ્યા વિના આપી શકો ! '
    લગન ના એક વરહ પછી ગગો આવ્યો ને આખા ઘરમાં ઉત્સવ થઈ પડ્યો હતો ને ? '
         કેટલો સમય થયો . આજે ઘણું બધું ફરી વળી ઘરે જતા હતા . પણ તહેવારની સિઝન હતી તો બીક હતી કે મગન મળશે કે કેમ ?
    ને માટે રમલા સાથે વાત કરતો હતો  ..ને આખરે થાક્યો ને બચકા પર આડો પડ્યો .
    ....ધ્યાન રાખજે હો .....
    હજી પૂરું બોલે ત્યા તો જાણીતો હોર્ન વાગ્યો ...
    રમલા જો લખતરની આવી હો.....
     ને એન્ટ્રી મારતા હીરો ની જેમ વળાંકમાં કોઈ અજબ અદાથી સ્ટીરિંગ પર હાથ ઘુમાવતો ડ્રાંઇવર બસને લઈ બસ સ્ટેશનમાં આવી ગયો . ....ને વળી એક ઘુમરી ખવરાવી બસને પ્લેટફોર્મ પર ગોઠવી દીધી . લગભગ એનાં હોર્ન થી ઓળખાતી ગામડાની સવારી આવી પહોંચી ...
   ને એક ખૂણામાં ઉભેલી કીડીયોનું ટોળું એના ઓર ત્રાટક્યું .
      કોઈ બારણમાંથી ઘૂસતા મારતા ઘુસ્યા , કોઈ ધક્કા દેતા ઘુસ્યા , કોઈ તો હોશિયાર બારી ખોલી થેલી ને બચકા નો થ્રો કરવા લાગ્યા .
    જેવી બસ આવી રમલો પણ તજવીજમાં હતો.  પણ જ્યારે એણે જોયું કે ભાઈ અઘરું થયું.. હવે તો કુદયા વિના આરો નય હો ભાઈ ને કોઈ વાંદરો હોય એમ બારીએ ટીંગાયો ને બારીએથી અંદર ઘુસી ગયો.  ત્રણની સીટ પર આડો સુઈ ગયો.. ને કોઈ મહાન યુદ્ધમાં વિજય મેળવ્યો હોય એમકોઈ વિજેતાની અદાથી બારણામાં ઘૂસનારાઓ ને જોવા લાગ્યો . બધા ચડી ગયા .
    શાંતિ થઈ ગઈ.  મોટાભાઈ ને ભાભી પણ ચડવા ગયા ત્યાં ભાભી સંતુલન ગુમાવ્યું ને જોઈ તરત ત્યાં ધસી ગયો . પણ મોટાભાઈએ બાજી સંભાળી લીધી ...ને કંકુ નો હાથ પકડી જોડું બસ માં આવી ગયું .
   ' શું ભાભી ધ્યાન રાખો.. હા , ગગા ને કઈ થવું જોવી હો ? ! '
   ' હા , રામભાઈ .... ગગાનું ધ્યાન રાખીશ ..હો ..આનું ને ...મને ભલે ગમેં થાય હો....'
' ભાભી.....! '
 ' હા....સમજી ગઈ ભય ! '
   ભાભી ને દિયર નો હક છે ને ઝઘડા કરવાનો ...ને ત્રણે આગળ ચાલ્યા.....
     ' તારી જાતની....તું ક્યાંથી આવી ગઈ ? ' પોતે જોખમ ખેડી બારી સોંસરવો નીકળી જે સીટ રોકી હતી એના પર કોઈ છોડી બેઠી હતી .. લાલ ટમેટા જેવી ....
   ' તારી જાતના મોઢું હમભાળી હો...!  તારા ઘરેથી લાવ્યો છું તારી હગલી ને ? '
   ' ભાળતી નહોતી .... તારી હગલી હાટુ બારી હોંહરો આયો સુ....આંધળી..? '
   ' આંધળી તારી કાકી ....નવરા ભાળતો નથી અતારે હું અહી સુ તો સીટ પર અમે બેહસું ...હાલતીનો થા...હાલ હાલ....આગળ હાલ...'
  છોડી લાલ તો હતી..... દેખાવે ટામેટા જેવી પણ બોલે લાલ ઘોલર મરચા જેવી...
  પણ રમલો એમ કઈ મૂકે એમ નોતો ....
   ' તારી ભલી થાય ...જગ્યા હું રોકુ ને ને બેહિશ તું મહારાણી ....
? '
 ' હા , મહારાણી બેહશે ...! '
 ' મહારાણી... આભલામાં મોઢું જોયું સે ....? '
 ' હા , જોયું સે ને તારા કરતા તો હારું સે ! '
     ' તારા કરતા તો સામે જો ... હારા સે ! '
   બાજુમાં ઊભેલા ગધેડા જોઈ પેલી ભડકી ..
   ' તો એમની પાંહે જઇ લપ કર મૂઆ .. શરમાતો નથી... ?'
   રમલા ને મન થયું કે શરમ તો ક્યાંથી આવે ...તારા જેવી કોઈ છોડી મળી જાય ને તો ભવ સુધરી જાય !
     રમલો જોઈ રહયો.....
       લાલ ગલગોટા જેવું નાક ગુસ્સાથી ભરેલું હતું .....આંખોમાં કોઈ અજબ ચમક હતી . ...ને કોઈને પણ પાછું પાડે એવું ....
     ' શું થયું....? '
   કંકુ લાજ ઉઘાડી ને જોયું તો .. સામે ...
   ' અલી ...રાજલી તું...'
     ને કંકુ ને જોઈ તરત ...' કંકુબેન તમે ? '
    ' હા .....શુ થયું....?'
  ' જો ને બેન . નવરો ક્યારનો...! '
  રાજલ વાક્ય પૂરું કરે પહેલા તો કંકુ બોલી..., ' દિયર સે મારો...! '
   ને તૈયાર રાખેલ બાણ મ્યાન થઈ ગયા .
  ' દિયર સે તમારો...! '
       ને ત્રણ ની સીટમાં ચાર બેસી ઘરે પોન્ચયા !
      ઘરે રાજલની મહેમાનગતિ થઈ .
       કોઈ લાખનું મહેમાન હોય એમ યુવતી નું માન સન્માન થયું .
   બીજા દિવસે રમલાને રાજલ ને એનાં ઘરે મૂકી આવવાનું કામ સોંપાયું ....
     પણ રીતે ... .જે રીતે સોંપાય છે ....
         ' હવે કયારે આવશો .. ? ' રમલાએ હળવે થીં પૂછ્યું .
     રાજલ કહેવાનો ભાવાર્થ તો સમજી ગઈ હતી ..પણ મોં પર ખોટો ભાવ લાવી...
   ' રામ જાણે ... ! '
   ' કેમ એમ કહો છો ? '
    ' બસ એમ ! '
           રમલાના મનમાં ઘમાસાણ ચાલતું હતું . કેમકે હવે રાજલ એને માટે કંઈક ખાસ બની ગઈ હતી . ગઢયા ને પગે લાગતી ....ભાભી સાથે હસ્તી .... ગગાને રમાડતી ... રાજલ એનામાં ક્યાંક સમાતી જતી હતી. . હવે તો જતી રહેવાની ને ...?
  વિચારે ... કઈક મૂંઝાયો હતો ..તો થોડો.. ...કઈક કહેવાય એવું લાગતું હતું ..એને ...!
   તો સામે રાજલ પણ એવી દશામાં હતી પણ સ્ત્રી હતી...તો ભાવ તો મનમાં ઘૂંટાતાં હતા .. .
   ઠીક છે ... જે થાય તે ... ને બન્ને ચાલતા રહ્યા .
    બસ સ્ટેશન આવી ગયું .
    ત્યાં બેઠા જ્યાં કાલે ભાઈ ભાભી સાથે બેઠા હતા .
   
 બસ આવી ગઈ .
     ' હવે ક્યારે આવશો ? '
    રાજલ કઈ બોલી ...રમલો આશમાં હતો કે કોઈ જવાબ ...
  પણ નહીં હોય કપાળમાં એમ સમજી... ચાલવા લાગ્યો....
  બસ ને વટે પહેલાં તો....
' સાંભળો....'
  ને રમલો વીજળી ની જેમ ...
  ' હા ...'
  ' હું આવું તો ખરી ...પણ તમારી ભાભી ને કેજો કે તમારા નામની ચૂંદડી મારા માથા પર  નાંખી ...જાય ...ને...? '
  ' શુ ...? '
  રમલો તો .....એનાં પર તો કોઈ આનંદ નો ઢગલો થઈ ગયો હતો....
  ' મને લઈ જજો...હું રાહ જોઇશ .. !'
  ને ગોરું મોં ચૂંદડી માં છુપાઈ ગયું .
   ને બીજા મહિને રાજલ - રમલા ના ઢોલ શરણાઈ વાગી ગયા .
    રાજલ જ્યારે રમલા ના ઘરે આવી ત્યારે ' ઘર ' ની એક અલૌકિક દિવ્ય શક્તિ ઘરની આસપાસ વીંટળાઈ વળી હતી ને દૂર મંદિરમાં ઈશ્વરની આરતી થઈ રહી હતી .
 લેખક શ્રી -- મહેશ ગોહિલ

No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...