please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

ચકુડી નું ઘર


ચકુંડી નું ' ઘર '

      શહેરથી થોડે દુર આવેલી ઉચ્ચ માધ્યમિક શાળામાં ગઈ કાલે વાર્ષિક પરીક્ષા પુરી થઈ હતી . શાળા તો છેલ્લા પેપરની સાથે બંદ થઈ ગઈ હતી . ગેટ પર તાળું લાગી ગયું હતું . આંનદની સરવાણિયુ માં મગ્ન બનેલાં નવલોહિયા પરિક્ષાર્થીઓ કોઈ જેલમાંથી પેરોલમાંથી છૂટ્યા હોય એમ ભાગ્યા હતા . કેટલાંકની તૈયારી એવી તો જડબેસલાક કે પેપર પૂરું થાય જે હોસ્ટેલમાં આવી રૂમમાંથી થેલો લઈ સીધાં રફુચક્કર ! તો કોઈ પેપર પૂરું કરી , પરત આવી સમાન પેક કરવામાં લાગી ગયા હતા . થોડા દયાળુ ખરાં કે હજી હોસ્ટેલમાં રોકાવા તૈયાર હતા . બન્ને હોસ્ટેલમાં ચાલતું હતું . એક કલાક પછી થોડી વાર પહેલાં છોકારા છોકરીઓ ( થોડાં યુવાન અને યુવતી પણ ! ) નાં કિલ્લોલ થી બેય હોસ્ટેલ ગુંજતું હતી હવે અચાનક સુમસામ થઈ ગઈ . કાગડા ઉડતાં નોહતા એટલુંજ . જાણે એવું લાગે કે અહી વર્ષોથી કોઈ રહેતું હોય એવું ભેંકાર બની ગયું .
      બીજી કલાકે છોકરાની હોસ્ટેલ પર પણ એક માત્ર કાળુભાઇ ચોકીદાર વધ્યા . છોકરીયું ની હોસ્ટેલ પર હજી કેટલીક છોકરીયુના આંટાફેરા ચાલુ હતા . વોર્ડન બેન એક પછી એક છોકરીની નોંધ કરી , આવનારાં એમનાં વાલીની ઓળખ કરી , એમની સહી લઈ છોકરીને જવાની રજા આપી રહ્યા હતાં . બધી રૂમમાં જવાની તૈયારી ચાલતી હતી પણ પચ્ચીસ નંબરની રૂમ હજી કોઈ સળવળાટ વગરની હતી .

           ગોરલ અને નેન્સીના રૂમમાં હજી કોઈ તૈયારી નોહતી થઈ .
        ' તારે જવાની તૈયારી નથી કરવાની ગોરું ..? ' બરણામાંથી જતી બેનપણીઓને જોતી , આવજો કહેતી નેન્સીએ ગોરલને પૂછ્યું .
    રૂમની વચ્ચે રાખેલી સેટી પર બેઠાં બેઠાં ગોરલ કઈ બોલી નહીં .
'હોય ગોરૂડી તને કવ સુ ! બેરી થઈ ગઈ છું . તારો થેલો તો પેક કર !'
  ' ......'
   કોઈ જવાબ દીધો એટલે નેન્સી બારણામાંથી નીકળી રૂમમાં આવી ગઈ . ગોરલ પાસે બેઠી .
   ' તારે જવાનું નથી ? '
    ' તને લેવા તો કાલે આવવાનાં સે ને ? તો હું આજે કેમ જાવ ? '
     નેન્સીનાં નયન અચાનક આંચકો ખાઈ ગયા .
     ' તને કોણે કીધું ? બવ ચાપલી થઈ ગઈ સુ ? '
    ' તું ઓફિસે ફોનમાં વાત કરતી હતી ને ત્યારે હું ત્યાં બેન પાસે આવી હતી તો તને સાંભળી ગઈ હતી .  એટલે મેં પણ પસી મારા બાપા ને કાલ લેવાં આવવાનું કહી દીધું . '

    ' ઓહ ! મારી ચકુંડી ! ' કહી નેન્સી ગોરલને વળગી પડી . કદાચ એની આંખોમાં પાણી આવી ગયા હતાં . હવે છુપાવવા કંઈક જોઈએ . ક્યાંય સુધી એને વળગી રહી .
   ' એય સાંતા કાંતા ...જવાનું નથી . તમે છેલ્લી છો  ? ' વોર્ડન બેન પૂછતાં હતા .
  ' ના , આજે નહીં બેન . અમારા વાલી કાલે આવવના છે તો અમે કાલે જઈશુ . '
  ' ઠીક છે . ' કહી જતાં રહ્યાં .
          'હવે બોલ શું કરશું ? ' નેન્સી પૂછ્યું .
         ' વાતું કરશું . ' ગોરલ બોલી .
        ' હાં , એમાં તો મારી ચકુંડી ઉસ્તાદ છે કેમ ? ' કહી નેન્સીએ ગોરલના વાંસામા એક ધબ્બો મારી લીધો .
      ' હા  તો છું ! ' કહી ગોરલે નેણ નચાવ્યા .
    ' હા , હા . ચકુંડી શુ નેણ છે . પેલાં સામે પણ આમ નેણ નચાવે છે ? '
    ' બીજી વાત કર ને ! ' કહી ગોરલ ચુપ થઈ ગઈ .
      નેન્સી પણ ઘડીભર ચૂપ થઈ ગઈ . એને થયું કે ખોટું પૂછી લીધું . રુમે થોડી વાર મૌન ધારણ કરી લીધું .
    ' ક્યારે જોયો હતો ? '
    ' મહિના થઈ ગયા . ..'

     ' કેમ હજી નથી આવ્યો ? '
    ' ના ...અને કદાચ આવશે પણ નહિ ...'
   ' કેમ એમ કહે છે ? '
   ' હા , કદાચ હવે નહીં આવે . ...'
       ને ગોરલ ને નેન્સી પહેલાં ના સમયમાં સરી ગયા .
      સમયે તો હજી સ્કૂલમાં આવી હતી . એકબીજાને ઓળખતી પણ નોહતી . નવી જગ્યા , નવા લોકો , નવો માહોલ ...એડજસ્ટ થતાં થોડી વાર તો લગે છે ને ? ધીમે ધીમે ગોરલ અને નેન્સી બેનપણી બની ગઈ . જોકે પેલાં બેય બે બિલાડી ઝઘડે એમ ઝઘડતી હતી ને ? પણ ઝઘડાએ એમને  એકબીજાનાં ખૂબ અંગત બનાવ્યા .
      ગોરલ બાજુનાં ગામડામાંથી આવી હતી . ખેતરનું કામ કરેલું હોવાથી ખૂબ કસાયેલી હતી ... અને રૂપ પણ એવું કે ' ગોરલ ' નામ એનાં કારણે શોભા પામતું . ઘણી વાર છોકરી અચાનક મોતી થઈ જાય છે ને અગિયારમું ભણે ત્યાં તો કોઈ યુવતી બની હોય એવું દ્રશ્ય ખડું થઈ જાય છે . ગોરલ પણ એવી છોકરી હતી ને હવે યુવતી બની રહી હતી . ...તો નેન્સી શહેરની હતી . એનાં પિતા કોઈ મોટા વેપારી હતા . એક ની એક હતી . આવી ત્યારે કાર એને મુકવા આવી હતી ...તો ગોરલ એને બાપા સાથે સાઇકલ પર !
    બસ ફરક હતો . ગોરલ અને નેન્સી વચ્ચે ! જેટલો સાઇકલ અને કાર વચ્ચે !
    બધું બરાબર ચાલતું હતું . બે મહિના પછી ગોરલ અને નેન્સીનાં વર્ગમાં એક છોકરો આવ્યો . હકીકતમાં તો વાવાઝોડું હતો . પેલા દિવસે એનાં રૂમના બદલે બાજુના રૂમમાં જઇ બેસી ગયો !
   ' સર આવું ? '
     અને આખો રૂમ એનાં તરફ જોઈ રહેલો . ઊંચો , ભૂરો , માસુમ અને થોડા વનેચંદ ના લક્ષણ હોય એવો બારણામાં ઉભો રહ્યો હતો .
   ' હા , ભાઈ આવો . કેમ મોડું ?
' સર , મારુ નવું એડમિશન થયું છે . એટલે ક્યોં મારો વર્ગ છે ખબર નોહતી . તો બાજુના રૂમમાં બેસી ગયો હતો ..એટલે ....'
   ને સાહેબ સાથે આખો વર્ગ હસી પડ્યો .
     ધીમેથી અંદર આવી બેસી ગયો . ... છોકરો મહિના પછી ગોરલના જીવનમાં વાવઝોડું લઈ આવ્યો .
         ★★★★★★


        ' એક વાત પૂછી જોવ તને ? ' નેન્સી બોલી .
    ' હા , બોલ . '
   ' તને ગમેં છે ? '
  ' કોણ ? '
   ' ...પેલો બાજુનાં રૂમમાં બેસવા વાળો ...'
    ' ......!'
   ' કેમ શુ થયું ...? '
    ' કાઈ નય નેનું ...પણ આજે પેલી વાર એણે મારી સામે જોયું ત્યારે મારાથી શરમાઈ જવાયું . પેલી વાર શરમાવું .. કેટલું ....શુ કેવાય એને....હા , કેટલુ અલૌકિક હોય છે ને ....મારા હૃદયમાં કઈક થયું . જોકે હું તરત અવળું ફરી ગઈ . પણ પછી મેં ત્રાંસી નજરે જોયું તો... તો લગભગ મને જોઈ રહે છે ....'
   ' હા , બેન બા ,....હવે નાહી લો ...તમે ગયાં..... !'   
    કહી દિવસે બન્ને કેટલી વાર સુધી વાત કરતાં રહ્યા .
    અને એક દિવસ ..રિસેસમાં .....

          ગોરલ અને નેન્સી વર્ગમાં નાસ્તો કરતાં હતાં....
       ' સાંભળો ....! '
        પેલો ભૂરો છોકરો બન્ને સામે હતો . 
        ' હા , ગોરલ તમને ...! '
        ' હા , બોલો ...! '
      ' તમે રામાભાઈની છોકરી છો ને ? :
     ' હા , તમને કેમ ખબર ? '
    ' તમારા બાપા મારા બાપાના ખાસ બાઈબન્ધ છે ...'
  ' તો.....! '
  ' તો.......' એને અંદાજો નોહતો કે ગોરલ રીતે વાત કરશે...તો થોથવાયો અને ને ...' કઈ નહિ ! ' કહેતો જતો રહ્યો .
  ' ચકુંડી .. '
  ' ચૂપ ....'
       ' તને ગમે છે ને ? ...કદાચ તું પણ એને ગમે છે ...મને તો એવું લાગે છે ...કે એને તું ભાવી ગઈ છું ...'
   ' હા , નેનું .. છે પણ..અત્યારે ...! પછી વાત કહી પણ ચૂપ થઈ ગઈ .
       ને ત્યારથી દેખાયો નોહતો .

      નેન્સી ને ગોરલ રૂમમાં આટલી સફર કરી આવ્યા .
       ભૂતકાળ કેટલું બધું આપી દે છે ને ?
        ......
        સવારે બન્ને સામાન પેક કરી તૈયાર થઈ ગઈ હતી . નસીબના ખેલ પણ અજબ છે . ગેટમાંથી એક કાર અને એક સાઇકલ સાથે આવતાં હતાં . કેટલું અંતર ને ? પણ ગોરલ ને નેન્સી તો એકાકાર છે ...
     કારમાંથી એક ભાઈ આવ્યા.
   ' ચાલો ....મેમ સાહેબ ...માલિકે તમને લેવા મને મોકલ્યો છે . '
   ' પપ્પા નથી આવ્યા ? '
   ' ના , એમને કોઈ મિટિંગ હતી . તે ત્યાં ગયા છે .'
    નેન્સી ની આંખો નમી ગઈ.  આજે વરસ પૂરું થયું . એને મળવા તો ઠીક એક ફોન પણ પપ્પાનો નોહતો આવ્યો . આજે પણ આવ્યા . ઘણીવાર બહુ નાની વાત ' મોટી ' હોય છે ને ? નહિતર કાર આવી હતી .
   પેલી બાજુ ગોરલના બાપા - એક પહેરણ , ધોતી , પગમાં પ્લાસ્ટિક ના ચપ્પલ ને માથે ફાળિયું બાંધી સાઈકલ લઈ- ગોરલ નો સમાન સાઈકલમાં મુકવા મથામણ કરતા હતા . ગોરલ એક બાજુ તો બાપા બીજીબાજુ બેસી બાંધેલા પંખા સાથે ...સામાન ટીંગાડતા હતા .. નેન્સી ને થોડું એવું લાગ્યું કે એના પિતા કરતા સાઈકલવાળા ગોરલના પિતા ' ધનવાન ' છે ....
   અચાનક ત્યાં ગઈ .
   ' કેમ છો મામા..? '
   ' અરે નેનુડી તું બેટા ! મજામાં ...તું કેમ સુ ? '
   ' બસ મજામાં ...પણ એક વાત કહું .. ચકુંડી ને આજે મારા ઘરે લઈ જાવ ? '   
  ' તારા ઘરે ? '
 પેલા તો આદમી ચમકી ગયો .પણ પછી ...
  ' કાલે મારી ચકુંડી ને પાછી મૂકી જઈશ ને ? ' 

   એમના માટે તો હજી ઝીણકી ચકુંડી હતી ને ?
  ' હા , કાલે હું પણ આવીશ ... ! '
  ' હા , આવજે દિકરા !  તને વાડી બતાવશું ને મજા કરાવહુ ...હો કે ! '
       નેન્સી તો .. હો ..કહી ગોરલ ને ખેંચી ગઈ .
    ને કાર ને સાઇકલ હોસ્ટેલ થી રવાના થઈ ગયા .
   ★★★★★★★

      કાર બંગલા આગળ આવી ઉભી રહી . એકભાઈ આવ્યા .
    દરવાજો ખોલવા .
     ચાલ .. કહી નેન્સી ગોરલને અંદર લઈ જવા લાગી .
   ' પણ સામાન તો લઈ ...'
  ' ...લેવાઈ જશે ....! તું ચાલ ! '
   કહી ગોરલને અંદર લઈ ગઈ .
       ગોરલ તો જોતી રહી . આવું તો એણે ટીવીમાં ક્યારેક જોયું હતું એવું ઘર હતું .
     ગેટ મોટો હતો . આરસથી આખું ઘર ભરેલું હતું . મોટા હોલમાં સોફા ગોઠવેલાં હતા . બને બાજુ દાદરા ઉપર જતા હતા . મોટો શો કેસ ... શુ શુ જોવું પ્રશ્ન હતો ..
    વચ્ચે એક ભાઈ ફોનમાં વાત કરતા હતા ....
    '  વન મિનિટ હા .. !' કહી એમણે બાજુ જોયું ...

   ' આવી ગઈ માય ડોટર ! બોલ કેવું રહ્યું વર્ષ ! જા . જલ્દી જમી લે ..તારી મમ્મી ને હું લોનાવાલા જઈએ છીએ . સાંજે વાત કરીશું હા , બેટા !  ' કહી બાજુ ફરી ગયા .
      ' પણ પપ્પા ...'
  ' સાંજે વાત કરીશું એમ કહ્યું ને બેટા .. સાંજે હો ..  ! ' કહી ....
    પંદર મિનિટ પછી એક કાર વળી બનગલાં માંથી નીકળી ગઈ .
      ★★★★★
     નેન્સી તો જડ બની ઉભી રહી .
    ' કેમ , ગોરલ ...હું સાચું કહું છું ને કે હું ઘરે નહીં ઘરેથી આવી છું . ? ! '
     નેન્સીનાં આંસુ ઝળકી રહયા હતા . ગોરલે એને બાથમાં લઈ લીધી .
       ' એક વાત કહું ..નેનું ... ? '
    ' હા , બોલ ...બીજું તો કોઈ છે પણ નહીં ... '
   ' આમ ચાલે છે ? '
   ' હમેશા ! '
      ને પાણીની સરવાણી વહેતી રહી .
       બીજા દિવસે વળી કાર બાર નીકળી .
        ' હાશ .. મજા આવશે .   પૂરો મહિનો હું ને ચકુંડી ...! '

      ને કાર ગામ તરફ દોડવા લાગી .
       ચકુંડી નું ઘર આવ્યું .
      કારનું બારણું ખુલ્યું .
      ચકુંડી ને નેનું નીકળી .
        સામે એક કાચું ઘર હતું .આજુ બાજુ વાડી હતી . મગ , ભીંડા , ગવાર , ચોળી ને શુ શુ ..
     ' વાહ ..કેટલું સરસ છે ..હે ને ચકુંડી....! '
 ' ઈલી મારું ઘર છે ! '
   ને જેવી આવી ....
    ખાટલામાં બેસી કઈક રીપેર કરતા.. ચકુંડી ના બાપા ..
   ' આવ આવ બેટા...' કહી ઓળઘોળ થઈ ગયા .
   ' એલી.. સાંભલેશ... નેનુડી આવી સે .. ચા પાણી મુક ! '
   ' હે ..નેનુડી આવી કે.....' કહેતા એક બેન વાડીમાંથી દોડતા આવ્યા . .
    ' મારી નેનુડી....ઓહ ..કેટલી મોટી સે નય ? ' કહેતા બેને તો નેન્સીનાં ઓવારણાં લઈ લીધા .
     આવતાં રહો....
        નેનુડી અને ચકુંડી ચાલ્યા ....કોઈ બારણું તો હતું ..નહિ...
   ' ચા મરી જયતી.... એક સાદ આવ્યો ને એક ટાબરીયો ...ચકુંડી નો ચોટલો ખેંચી ભાગ્યો .
    ' ઉભો રે ટણપા....! ' કહી ચકુંડી એની પાસળ દોડી..ને બેય ઉભા શેઢે ચડી ગયા ...
      થોડીવાર પછી ચકુંડી ટાબરીયાને ટીંગાટોળી કરી લઈ આવી ...

         નેન્સી જોઈ રહી . સાચે ચકુંડી ' ઘરે ' આવી છે ....અને હું ઘરેથી નહિ પણ ' ઘરે ' આવી હોય એવું લાગે છે ને ?
        '  બેસો . બેય હું આવું .. ' કહી ચકુંડી ના બા વાડીમાં જતા રહ્યા . ઘડી ભર પછી તો કેરી...તડબૂચ ખડકાઈ ગયા . ને ચીરીયું પડી ...ને મીઠું નાખી...શરૂ થઈ ગયું....ઓહયા કરવાનું ...
      બપોરે થાળીમાં શાક , છાશ ને રોટલો આવ્યા . પણ એમાં જે સ્વાદ નેન્સી ને આવ્યો બનગલાની ડીશમાં નોહતો આવ્યો . વાહ ચકુંડી તું હોત તો  મને ક્યાંથી મળત ...? ' કહી ભાવ વિભોર બની ચકુંડી ને જોઈ રહી . ગોળ બનેલ પરિવારમાં હવે નેનુડી પણ હતી . સાંજે બેય વાડીમાં ગઈ .
   ' સાંભળ નેનું ... મહિના પહેલા પેલો અહીં ઉભો હતો . જ્યાં તું છે ! '
    ' હે ! '
   ' હા , ..'
   ' શુ કે છે ..? '
    ' હા , ....'
   ' શુ કીધું એને ?
  ' કઈ નહિ .. બસ એટલું કે હવે ભણવા નહિ આવે ! '
  ' કેમ ? '
  ' ઘરે એનાં પિતાનું અવસાન થયું છે . હવે પુરી જવાબદારી એનાં પર છે . હવે ભણે તો ઘરનું શુ થાય ? '
   ' તો ...હવે .. ? '
  ' કઈ નહિ ...અમે નક્કી કરી લીધું છે ...
 ' શુ...મતલબ તું એની સાથે બોલે છે....? :
   ' હા ,... બોલી નથી પણ હંમેશા બોલી છું . !'
 ' મતલબ .. '
  ' હું , રાહ જઈશ . '

' એની ...ક્યાં સુધી ? '
  ' પગભર થાય ત્યાં સુધી . '
       અને ચકુંડી નીચે જોઈ ગઈ .
   ' ધાર કે આવે તો ? ' નેન્સીએ શંકા સાથે પૂછ્યું . .
   ' અમે ધારતા નથી નેનું ..હું જાણું છું . આવશે ..કેમકે .. ચકુંડી હવે એની છે .. '
   ' પછી વાત કરી...? '
    ' ના . હવે તો વાત થશે ...પણ મારા બાપ સાથે . આવશે અને બા પણ આવશે . ને વાત કરશે . '
  ' બા કોણ ? '
     ' હવે એના બા મારા બા પણ છે ને ? '
    ' એટલે લગ્ન ! '
  ' હા, ...'
   ' પણ એને ઓળખ્યા વિના.. '
  ' માટે ઘણીવાર એક પળ પૂરતી હોય છે . ને ઘણીવાર જીવન જતું રે તોય ઓછું પડે છે ...'
        નેન્સી જોઈ રહી . એક ઘરની તાકત !
        ' એક વાત પૂછું ? '
   ' કઈ રીતે બને ? '
    ' બને ...કેમકે ..સામે જો . મારુ ઘર છે . ઘર ! તાકત છે મારી જેનાથી હું એને ઓળખી છું . મારા બાપ ને માં આખો દી પરસેવો પાડી મને ભણાવે છે . એની સાથે હું દગો કરી શકું તો સાથે પણ એટલું સાચું કે હું એને મારી સાથે જોવા માંગુ છું . પણ ઘર પેહલા છે . ત્યાં સે ને હું અહીં ..પણ એક વાત નક્કી કે ઘરેથી મને લેવાં તો આવશે !. ...ને જરૂર આવશે ....! '

   નેન્સી જોઈ રહી . પોતે જગ્યાએ હોત તો ...
    એક સામાન્ય ઘર કેટલું મોટું ધન સંઘરી બેઠું હતું . એક છોકરી અને એક છોકરો ...શું રીતે જીવનનો નિર્ણય લઈ શકે ? અથવા શુ રીતે પણ જીવાતું હોય છે ખરું ? યુવતી એની લાગણી મનમાં ધબુરી ઘરમાં રહી શકે ...દીકરી ..બની ....
      ★★★★★
     વેકેશન પૂરું થવામાં હતું . કાલે શાળા શરૂ થઈ જશે . નેન્સી ને લેવા કાર આવી ગઈ .
   જતા જતા ...એના કાનમાં ચકુંડી કહી ગઈ .. બારમું છેલ્લું વરસ છે ...આવતા વર્ષે મારા લગ્નમાં આવી જજે ....
    કાર ધૂળિયા રસ્તે દોડવા લાગી . કારના કાચમાંથી નેન્સી પાછળ ફરી જોયું તો ....એક કાચું ઝૂંપડું...હતું ...પણ મહામુલું હતું .. કેમકે ....
   ' ચકુંડીનું ઘર ' હતું .


  
લેખક શ્રી - મહેશ ગોહિલ 


No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...