please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

પેપરનું ભાડું-- "એનો બાપ કહેતો રહ્યો....પેપરનું ભાડું બોવ મોંઘુ થયું હો ભાઈ....."


પેપરનું ભાડું !

     લખમણ સવાર સવારમાં તૈયાર થઈ ગયો હતો . ઠંડીનો ચમકારો હતો તોય ગરમી અનુભવતો હોય એવું લાગતું હતું . કડકડતી ઠંડીમાં વહેલાં તૈયાર થઈ પરીક્ષા આપવા રવાના થવાની છેલ્લી તૈયારી ના ભાગરૂપે એણે હોલ ટિકિટ , ઓળખપત્ર , ભાડાના રૂપિયા પાકિટમાં મુક્યા ને તૈયાર થઈ ગયો . એનાં માબાપ પણ જાણે એમની પણ પરીક્ષા હોય એમ પણ જાગી ગયા હતા . એમ તો બેય સમયે તો ખેતરમાં મજૂરી કરતાં હોય પણ આજે એમનો દીકરો ' અગત્ય ' ની પરીક્ષા આપવા જવાનો હતો . એમણે પોતાનાં દિકરા ને આશીર્વાદ આપ્યા ....ને એમનો લખમણ પોતાની મંજિલ તરફ નીકળી ગયો .


       ઝંખવવામાં આમેય ઠંડી વધુ લાગતી હોય છે . કેમકે અહી વૃક્ષો વધુ છે તો પાણી , વરસાદ , કુદરતની કૃપા અને નૈસર્ગીક સંપદા વધુ મળે છે . હવે લખમણ હાઇવે પર આવી ગયો હતો . હતો છેક દક્ષિણ ગુજરાત માં ને એની પરીક્ષાનો નમ્બર છેક ભાવનગર આવ્યો હતો . હવે પરીક્ષા તો બપોરે ત્રણ વાગે હતી . પણ અહીંથી ત્યાં પોનચતાં પાંચ કલાક થાય ..એમાંય કોઈ વાહનની ખરાબી આડી આવી , કોઈ વાહન મળ્યું તો આજના પરીક્ષા ના દિવસે તો ટાળવા પડે.. ને માટે લખમણ વહેલાં પાંચ વાગે તો હાઇવે પર પોહચી ગયો .


         ઠુઠવાતો હાઇવે પર ઉભો હતો . બસ , ટ્રક , લકઝરી અને અન્ય વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી . દૂધના વાહન વિશેષ પ્રમાણમાં નીકળતા હતા . થોડી વાર પછી સુરત તળાજા એસ ટી નીકળી ને ... પોતાની મંજિલ સીધી પોહચવા બસમાં ચડી ગયો . હાં , ટ્રક માં 100 ₹ થી ઓછમાં પણ ભાવનગર પહોંચી શકાય પણ આજે તો ટ્રક પર આધાર રાખવો બહુ મોંઘુ પડે એમ હતું . એટલે એણે લાલ બોર્ડ પકડ્યું ને બસ હાઇવે પર દોડવા લાગી .
લખમણ બસમાં ચડી ગયો ને પેલી બાજુ વાડીના એક ખૂણામાં ઝૂંપડી બનાવી રહેતાં લખમણનાં માં બાપ પણ કોઈ વિચારમાં ચડી ગયા હતા . જ્યારે લખમણ તેમને પગે લાગી ...' ચાલો
..હું જાવ ...હો...' ને એને જતો જોઈ રહ્યા . છેક વાડીના પડછાયામાંથી અદ્રશ્ય થયો ત્યાં સુધી એક દંપતી પોતાનાં દીકરાને જોતું રહ્યું . દીકરા માટે કેટલો ભોગ આપી રહ્યા હતા ને એમનો દીકરો પણ કેટલો ભોગ આપી રહ્યો હતો ....ને ....!


    મજૂરી કરતાં હતાં . લખમણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યો . જયારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે એનાં શિક્ષકે કહેલું .. મરસુ ને રોટલો ખાજો ..પણ લખમણ ને ભણાવજો ...બસ શબ્દો એનાં માબાપના કાળજા પર વાગી ગયા હતા . ઘરની સ્થિતિ એવી હતી કે એક ખેતર પર એમનો આખો પરિવાર નભતો હતો . એમની પાસે એટલી મૂડી હતી કે પોતાનાં દીકરાને ભણાવી શકે . આમેય ગામમાં તો છોકરો થોડો ઘણો મોટો થાય કે ખેતીમાં લાગી જાય ને બાપનો થોડો ઘણો બોજો હળવો કરે !
    પણ દંપતી એનાં દીકરાને ભણાવવા માંગતા હતા ..પણ કઈ રીતે ? આર્થિક સગવડ હતી . પણ સમયે એની સગવડ કરી આપી . શિક્ષકે લખમણ ને ઝંખવાવ પાસે આવેલી એક હોસ્ટેલમાં મૂકી દીધો . જ્યાં ખૂબ ઓછી ફી માં શિક્ષણ આપવામાં આવતું હતું . હા , જમવાનું થોડું ખરાબ હતું પણ શિક્ષણ ખૂબ સરસ હતું . તો ત્યાં રહી લખમણ શિક્ષા લેવાં લાગ્યો .
  હવે એને પાંખો આવી હતી . મહિને બે મહિને એનાં માબાપ એને મળવા જતાં તો પૂછતાં ..બેટા ...કેવું છે ? તને ગમે તો છે ને ?


   ' હા , બાપા ..બહુ સારું છે ને મને ગમે પણ છે !'
   ' સારું બેટા ! ભણવામાં ધ્યાન રાખજે ...! '
  '   હા '
  ને મિટિંગ પુરી થતી ને માબાપ પાછા આવતા રહેતા .
       ★★★★★★


       અહીં લખમણ ઝળકી ગયો . વર્ગમાં પ્રથમ આવતો .ને સંસ્થા એટલી સારી હતી ...કે એને જે ઇનામ મળતા એમાંથી એની ફિ ભરાઈ જતી ...


    હા , તકલીફ ઘણી હતી .. પણ એના વગર શિક્ષા પણ મળે એમ નોહતી તો બસ હવે તો ભણયે પાર થાય એમ હતું .
      દિવસો ને વરહ વીતતાં ગયા . દસમાં ધોરણમાં 80 % લઈ આવ્યો . બારમાં ધોરણમાં 87 % લઈ આવ્યો . હવે તો બસ કોઈ નોકરી લઈ લે એટલી વાર ! હવે ઝુંપડા પર સોનાનો સૂરજ ઉગવાનો હતો.  માબાપ કઈક સપના સજાવી રહ્યા હતા . ખેતરમાં મજૂરી કરતા કરતા વાતો કરતા કે
  ' બસ , એકવાર લખો જો સરકારી નોકરી લઈ લે એટલે ગંગા નાહ્યા ! '
   ' હા , પસી તો ઝૂંપડું તોડી નવું ઘર બનાવવું છે . એનાં વિવા કરવા સે ..ને એક હારી છોડી લાવી ઝૂંપડામાં સુખનાં દાડા આવશે... '
    એક નોકરી પર કેટલા સપના અંકુરિત થતાં હતાં . એક 55 કિલો માંસના લોથડા પર કેટલાં બીજા માંસ ના પિંડ આધારિત હોય છે....ને ?
  હવે તો લખમણ ને સરકારી પીટીસી કોલેજમાં એડમિશન મળી ગયું હતું . શિક્ષક થવામાં બે વરસ આઘો હતો ..ને પસી તો.....ફરી રંગ વગરના રંગીન સપનાઓની રંગોળી શરૂ !
     દંપતીના કાળા વાળ પર ચુનાની અસર દેખાવ કરવા લાગી હતી.  હવે આવનારા ઘડપણની ટહેલ આવી રહી હતી ...હવે થોડાં થાક્યા પણ હતા . 
   પણ જ્યારે લખમણ પીટીસીમાં 85 % પાસ થયો ત્યારે બુઢા બુઢી પાંચ કિલો ગોળ વહેંચ્યો હતો. 
    હવે તો શિક્ષક બની ગયો ને .....કેમકે બારમાં અને પીટીસી ના ટકા ગણીને પણ એનું મેરીટ 83 ટકા ઉપર હતું ને આટલા મેરિટમાં તો એને નોકરી મળવી રહી !


   ખૂબ ખુશ હતો.. પણ અચાનક બીજા દિવસે .. સંદેશ માં આવેલા ' સંદેશે ' તમામ સપનાઓ પર પાણી ફેરવી દીધું .
' હવે શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી પડશે ...'
  અને ટેટ પરીક્ષા શું છે એને સમજતાં બહુ વાર લાગી .
   ને ...જે એણે જે વિચાર્યું હતું પ્રમાણે એને 85 ગુણ આવ્યા છતાં મેરિટમાં આવ્યો ને એનો મિત્ર જે આજ સુધી કયારેય દસમા કે બારમાં ધોરણમાં બોર્ડમાં કયારેય 50 % થી ઉપર નોહતો લાવ્યો મેરિટમાં આવી ગયો !
       હવે આશા થોડી ધૂંધળી બની હતી.  હવે પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો .બાર વરસ સુધી પરીક્ષા આપી હતી . એમાં સુવર્ણ વિજેતા હતો ..પણ પરીક્ષા એટલી બધી આવી કે હવે એને કઇ પરીક્ષા આપવી ....કઈ ભરતીના ફોર્મ ભરવા ... કઈ ભરતીમાં પેપર આપવા જવુ...એનું પણ આયોજન કરવું પડ્યું .
        ટેટ , ટાટ , એચ ટાટ જેવી અનેક પરીક્ષાઓ અચાનક ફૂટી નીકળી હતી..અને જયારે 2400 તલાટી ની જગ્યા સામે 14,00,000 ફોર્મ ભરાયા ....બોલો....લખમણ તો આભો બની ગયો . અને ત્યારે તો ભાંગી ગયો કે જયારે ટીવી માં સમાચાર આવ્યા કે તલાટીની પરીક્ષામાં પાસ થયેલાં ઉમેદવારોના ઓર્ડર રદ થયા . એમાં ઘણાં તો એનાં જેવા ઘરમાં રહવાવવાળા હતા .....દર વર્ષે પરીક્ષા આપતો રહ્યો.. મેરિટમાં આવવા થોડો રહેવા લાગ્યો ..ને બસ કોમ્પીટિવ પરીક્ષા ના પુસ્તકો વચ્ચે ખોવાતો રહ્યો.


       ટેટ , ટાટ આવતી રહી...હવે તો લોક રક્ષક ની ભરતી માટે વહેલો જાગી દોડવા પણ જવા લાગ્યો...ભણ્યો ભણાવવા માટે ને હવે પોલીસ ની તૈયારીમાં લાગી ગયો . હતો ...તો કસાયેલો પણ હોસ્ટેલના ભોજને ....છતાં તૈયારી તો કરતોજ હતો....
     હવે એણે ફોર્મ ભરવામાં અને પેપર આપવા જવા આવવના કામમાં ઘણાં રૂપિયા ખર્ચી નાખ્યા હતા . ઘરમાં ચોપડાનો ઢેર હતો...પણ કોઈ આવક નોહતી .  એનો ખર્ચ હતો.. પણ એની કોઈ આવક નોહતી....ખેતીમાં મદદ કરતો ....
     એનાં માબાપ હવે લગભગ સમજી ગયા હતા કે શમણાં શમણાં રેવાના છે એટલે એમને છોકરી શોધવાની હરુ કરી દીધી હતી ...પણ લખમણ તો ધૂનમાં હતો કે પેહલા નોકરી પસી સોકરી !
        હવે વર્ષે તો વરસાદ થયો.  ખેતીમાં કઈ નોહતું.  ખાવાનું અનાજ ઉધાર લાવવાનું હતું . તો પેપર દેવા તો ક્યાંથી....હોય ..?
       છતાં પોલીસની મોટી ભરતી આવી તો એક વાર છેલ્લી વાર પ્રયત્ન કરવાનું નક્કી કરી લખમણે માબાપને વાત કરી .


   ' બાપા . છેલ્લી વાર . પેપર દઈ આવું. જો વખતે નોકરો મળે તો હું ખેતી કરીશ....શું ભાડાના થશે....' અટકી અટકી ... બોલ્યો .
' કેટલા જોઈએ સે ? ' 
  બાપ હતો ને ?!
 ' હજાર જેવું થાય.  નમ્બર ભાવનગર આયો સે !'
  ' ઓહ .. ઠેઠ ભાવનગર....ઇયા કેમ આય નો મુકાયા.....ભાડું તો થાત ને ? '


 ' તો ચોરી થાય ને એટલ ...બાપ....' .
    ચોરી થાય એટલે... શબ્દ લખમણ જે રીતે બોલ્યો એનો ભાવાર્થ એનો બાપ બહુ સારી રીતે સમજતો હતો...કેમકે ટીવી પણ ગામનાં ચોકમાં કયારેક જોતો હતો.
  ' ઠીક છે . કયારે જવાનું સે ? '
  ' આવે રવિવારે ! '
  ' ભલે ..જઈ આવજે .  ! '
  ને બાપ વિહારમા પડ્યો કે હજાર લાવવા ક્યાંથી !
     ખેતી ખાલી હતી . ઉધાર દરરોજ વધતું હતું . કોઈ ઘરેણું હતું નહીં.  જે ગણો જમીનનો કટકો !
       ★★★★★★
     રવિવારે બાપે હજાર ખીસામાં નાખ્યા ....ને નોટ જોઈ લખમણ સમજી ગયો કે કંઈક ગયું .
   સવારે તૈયાર થતી વખતે ...જોયું તો ગવરી ખીલે નોહતી. મતલબ ગવરી હવે એનાં ખિસ્સામાં હતી .


   ને માબાના આશીર્વાદ લઈ બસમાં નીકળી પડ્યો .
          વખતે તો પાકું ....કોઇ પુસ્તક બાકી નથી ...આવી જઈશ... ગઈ કાલની જિંદગી ને વાગોળતો બેસી રહ્યો .
    ★★★★★★
        સવાર ના દસ વાગ્યા ત્યાં ભાવનગર પોહચી ગયો.  પેપરની હજી વાર હતી . એટલે એણે પૂછતાં પૂછતાં જવાનું નકકી કર્યું.  ભાડું 100 કીધું રીક્ષા વાળા તો બચાવવા ચાલતો રહ્યો . ને એક વાગ્યે પોહચી ગયો .
    હવે બસ એક પેપર આડું હતું...
    બે વાગ્યે ત્યાં તો ઉમેદવારોના ટોળાં ઉમટવા લાગ્યા . વેરિફિકેશન શરૂ થયુ . બધું બરાબર ચાલતું હતું...
     સૌ પોતાની જગ્યાએ બેસી ગયા. 
   અડધી કલાક ...પેપર આવ્યું !
    ત્રણ વાગી ગયા ...તોય પેપરણ આવ્યું !
    સાડાત્રણ .... હવે તો બધાં વ્યાકુળ હતાં .. ત્યાં સ્પીકર ગરજી ઉઠ્યા ...
   ' સૌ ને નમસ્કાર .


      અફસોસ સાથે કહેવું પડે છે આજનું લોક રક્ષક નું પેપર ફૂટી ગયું હોવાથી આજનું પેપર રદ કરવામાં આવે છે . જે લોકોએ કૃત્ય કર્યું છે એને સખ્તમાં સખતમાં સજા કરવામાં આવશે . સોરી ..આપ સૌને તકલીફ પડી બદલ દરગુજર કરજો .. સોરી ...! હવે પછી પેપરની તારીખ અને  સ્થળ આપ સૌને હવે પછી જણાવવામાં આવશે . કૃપયા છાપું અને વેબસાઈટ પર નજર કરતા રેહશો...ફરી કે વાર સોરી ...!'
      અને લખમણ બાઘાની જેમ બેસી રહ્યો . શું પેપર ફૂટી ગયું ને... હરામખોર કહે છે માત્ર ....સોરી.... માત્ર સોરી
...
       પુરા પરિસરમાં હોબાળો થઈ ગયો . હો..હા... થઈ રહ્યું .
       ટોળું બની ગયું હતું .
      એક સંચાલક કહી રહ્યા હતા .. જુવો સોરી....પણ....
           હવે લખમણ સોરી સાંભળી શક્યો ને એણે બાજુમાં પડેલો પથ્થર ઉઠાવી પેલાં સોરી ભાઈ પર ફેંક્યો ને બીજી ક્ષણે સોરી ના લોહીની ધાર થઈ . જીવનમાં પહેલી વાર આટલો ગુસ્સામાં આવી ગયો હતો . ભાડું તમારાં બાપ આપવાના છે . દરેક પરીક્ષા ના પેપર ફુટી જાય ...પૈસા આપી પેપર લખવી દો સો ...ને પાસા આવા સોરી ના ઢોંગ કરો સો.. એનાં કરતા તો ભાઈ ખુલ્લે આમ રૂપિયા લઈને ભરતી હરુ કરી દો.. ને નાટક બંદ કરો.! 2400ની જગ્યા સામે 14,00,000 ફોર્મ...અને એનાં 500 ને ભાડું નોખું...
     આજે લખમણ નું મગજ બહેર મારી ગયું હતું . એણે પથ્થર ફેંક્યા ને પછી આંખમાં ધસી આવેલા આંસુ સાથે ત્યાંથી બહાર નીકળી ગયો. 
     સાંજે એક ટ્રક માં બેસી ગયો . પુરા રસ્તે મૂંગો બેસી રહ્યો. 
    ઝંખવાવ આવ્યું.  પણ ઘરે જવા નોહતો ઈચ્છતો....એને થયું....
    ' શુ કામ માંગવા નોહતો ગયો....અરે પટાવાળો બનવા તૈયાર હતો...પણ કોઇએ કામ નો આપ્યું ને...
    એનાં કારણે એનાં માબાપ આખી જિંદગી વૈતરું કરતાં રહયા ...ને આજે .... .
       ઘરે જઈ તૂટેલા ખાટલામાં સુઈ ગયો. 


   '  કા બેટા શુ થયું.  ? '
  ' કાંઈ નહિ...બસ પેપર ફૂટી ગયું .! '
   ' સા....રૂ....' કહી ... ખેતર તરફ ચાલતા થયા .
     ★★★★■★
       મહિના પછી લખમણ નો દેહ ઝંખવાવ ના હાઇવે પરથી મળ્યો .
     ' એનો બાપ કહેતો રહ્યો....પેપરનું ભાડું બોવ મોંઘુ થયું હો ભાઈ.....'
     બીજા વર્ષે ઝૂંપડે કોઈ રહ્યું હતું..  ....
      ગામનાં લોકો પણ કહેતાં હતા ...' પેપરનું ભાડું બવ મોંઘુ હોય છે ...!
            મહિના પછી પેપર ફરીવાર લીક થયું ...ને વળી એક સોરીનું કટિંગ સંદેશ માં ખૂબ મોટા અક્ષરે છપાયું હતું....
  


3 comments:

  1. 😥😢😢😢😥😥😥really yaaar je bhogve 6 aa ene j khabar pade ketlu mogu padyu bhadu......

    ReplyDelete
  2. aa kaarmi karunta chhe.

    ReplyDelete

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...