please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

કાઠીયાવાડી થાળી --- આ વર્ણન વાંચીને મોમાં પાણી આવી જશે ભાઈ!!!!

Image result for કાઠીયાવાડી થાળી
હેમાળા નો ટાઢો બોળ વા વાતો હોય,

કડકડતી ટાઢ્ય માં ભુખ ભમરાળી ગાંડી થઈ હોય
એવા માં વાળુ ટાણે

ચાંચ બંદર નો દેશી બાજરો ઘંટલે દળ્યો હોય,
લાકડા ની કથરોટ માં સાત પાણી એ લોટ મહળ્યો હોય,
ત્રણ પાણા નો મંગાળો કરી

અડાયા છાણાં ના ધીમા તાપે રોટલો ચડાવ્યો હોય અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસ ના દુધ ના માખણ નો લોંદો લહેરાતો જાતો હોય,

શિયાળબેટ ના રીંગણા ને ભઠ્ઠા માં શેકી માંડવી ના તેલ માં વધારેલો ઓળો હોય ને માથે કોથમીર ના પાંદડા વેરેલા હોય,

થાળી ની કોરે અડીંગો જમાવી બેઠેલો રબડા નો દેશી ગોળ ચટણી હારે વાતો કરતો જતો હોય અને બાજુ માં લીલી હળદર ના ગોળ પતીકા ટોળું વળી ને ઊભા હોય,

રાય ના બોળાવાળી દેશી ગાજર ની ચીરિયું રાહે બેઠીયુ હોય,
કડવા કોઠીંબડાં ની કાચરી ઓ મોઢું ફાડી ને હસતી હોય,

કાંહા ની તાહળી માં ભગરી ભેંસ નું શેડકઢુ દુધ દેખા દેતું હોય અને એવા માં જો ભઠ્ઠે શેકેલા ગોંડલીયા બે લાલ મરચા જો થાળી માં ધુબકો મારે ને  તો ..તો મજા આવી જાય હો ભાઇ....!
   
રોટલો અને મરચું અમીર અને ગરીબ બન્ને ના ભાઈબંધ,
આ બન્ને ની જુગલબંધી તો જમાવટ કરાવી દે. ગુજરાતીમાં પણ જો વધારે તીખા માણસો હોય તો અમે કાઠિયાવાડી...,

બાળપણ માં ગામડે બાપા ની બાજુ માં વાળુ કરવા બેસતા ત્યારે બાપા શેકેલા મરચા ની છાલ ઉખાડી ને અમારી થાળી માં મૂકતા ત્યાર થી અમને કાઠિયાવાડી છોકરાઓ ને તીખા મરચા ખાવા ની તાલીમ મળતી.


મેથીયા મરચા, રાયતા મરચા અને બોળીયા ખાટા મરચા.
આ ડીશ ની પાસે તો


*ફુડ ફેસ્ટીવલની* ડીશ પણ ભોંઠી પડે હો...બાપા...!

No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...