please click below ads


આપણા ગુજરાતી પરિવાર ના પેજ ને જરૂર લાઇક કરો

સંબંધો ની નજાકત -- વધુ તો શું લખું.. બસ દાદીમા તારી રાહ જુવે છે !


સંબંધો ની નજાકત


સમીર ઘરે આવી ગયો . આખો દિવસની દોડધામ અને મેહનત ને મજૂરી કહો તો મજૂરી કેમકે પૈસા કમાવવા મજૂરી તો કરવી પડે છે પછી ભલે શારિરીક હોય કે માનસિક પણ મજૂરી તો કરવી પડે છે . સમીર પણ એવી મજૂરી કરી થકી થાકી ઘરે આવી ગયો ..
   એની દીકરી રીંકલ હજી ખુરશીમાં બેઠી હતી . એની રાહ જોતી હતી . સુનમુન હતી . સમીર સમજી ગયો કે હજી સુધાની તબિયત ખરાબ છે . હજી સારી નથી થઈ . હજી બીમાર જબછે જોઈ સમીર ખિન્ન થઈ ગયો ને કંઈક ઉદાસ પણ બની ગયો . કેમકે ઘરમાં કોઈ બીમાર હોય ને પણ ઘરનું મુખ્ય કામ કરનારું હોય રો ખૂબ અગવડ પડે છે ને ? આવા સમયે એની મહતા આપણને સમજાય છે . અનુરાધા રીતે બીમાર પડી જશે તો આટલી તકલીફ પડશે સમીરે વિચાર્યું નોહતું .
  અનુરાધા ત્રણ દિવસથી માંદી હતી . ને ઘરની પુરી જવાબદારી સમીર પર આવી ગયુ હતી . રીંકલ ને તૈયાર કરી શાળાએ મોકલવી . એને લેવા જવી .. ને રસોઈ ને પેલુ....કેટલું કામ હોય છે ઘરમા એને આજે ખબર પડી . નહિતર એને તો એમ હતું જે ને ઘરે કામ હોય શુ ?
   પણ હવે એને ખબર પડી કે કેટલું બધું અને કેટકેટલું કામ હોય છે ? કેટલું કામ કરવું પડે ? એક હજુ માંડ પૂરું કરો ત્યાં બીજા ચાર રાહ જોતા ઉભા હોય ! ખરેખર સ્ત્રી ને ધન્યવાદ આપવા જોઈએ કે બધું સાંભળી સંભાળી ને ઘર ચલાવે છે .
 ' શું થયું ? '
' કઇ નહીં ....! '
' ચિંતા કરો ....'
' હા....! ' ને ફ્રેશ થઈ ગયો....
પરત આવી રસોઈની તૈયારી કરવા લાગ્યો . એવું નોહતું કે કામવાળી રાખી શકે પણ પોતાની દીકરી ને અન્યના હાથનું એક બટકું પણ ખાવા દેવામાં માનતો નોહતો ..એટલે પોતે રસોઈ બનાવી લેતો .
રસોઈ બનાવવા જતો હતો..ત્યાં
  ' સાંભળો ....! '
' હા ...! '
' કાગળ આવ્યો છે ! '
' ક્યાંથી ? '
' ઇયાથી ! '
  ને  સમીર ઘડીભર તો ખચકાય ગયો . અનુરાધા સામે જોઈ રહ્યો . એનાં હાવભાવ બદલાઈ ગયા . કઈક વિચારી રહ્યો ને અચાનક એનો હાવભાવ કોઈ અકળ ભાવ થી જોઈ રહ્યો ....ને ત્યાં અનુરાધા બોલી ..
  ' એક વાર વાંચી તો લો !  વાંચવામાં શુ જાય છે ? '
 ' ઠીક છે તું કહે છે તો...એક વાર વાંચી લવ છું ! '.
ને કાગળ લઈ સમીર ખુરશીમાં બેસી ગયો . ...પત્ર આમ હતો....
   ' સમીર .
    વ્હાલા શબ્દ લખવાનો વિચાર આવ્યો પણ તને દેખાડો લાગશે...પણ આજે હું કોઈ સારું લગાડવા પત્ર નથી લખી રહ્યો પણ એક આંતરવેદના થી લખી રહ્યો છું .
   આમ તો આપણો સંબંધ પૂરો થયો એને દસ વર્ષ થઈ ગયા . જોકે સબંધ એમ કઈ પૂરો થાય એમ નથી . તું મારો દીકરો છે હકીકત કંઈ થોડી બદલાઈ જવાની છે તો હંમેશા રહેશે કે તું મારો દીકરો છે ને હું મારો પિતા .
   સમય અને સંજોગનાં કારણે આપણે અલગ થયા અલગ વાત છે પણ આજે વાત માનવતાની છે . તારી દાદી ખૂબ બીમાર છે . તને મળવા લાગે છે . હવે તું અહીં આવી જા ને એકવાર તારી દાદી માં ને મોઢું બતાવી જા . ભાઈ... !
   ને હું પણ તને મળવા માંગુ છું ..
  વધુ તો શું લખું.. બસ દાદીમા તારી રાહ જુવે છે !
    આવી જા ...ભાઈ..... '
    ને સમીર કાગળ વાંચતા દસ વરહ પહેલાના સમયમાં ખોવાય ગયો . ત્યારે હજી અનુરાધા ને પરણી ને લાવ્યો હતો ને ?  ભૂલ ફક્ત હતી કે એણે એની ગમતી છોકરી ને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી હતી . હતી અનુરાધા . જે એનાં પિતાને પસંદ નોહતી આવી .પણ હવે તો લગ્ન થઈ ગયા હતા . હવે તો બસ હકીકત સ્વીકારવી પડે એમ હતી . શરૂ શરૂ માં તો બધું બરાબર ચાલ્યું . પણ પછી ઝઘડા શરૂ થયા .
 એક ચા માંથી , એક પાણીના પ્યાલા માંથી , એક કુકરની સીટી માંથી , એક વાર ગરમ કરવાના પાણી માટે કે પછી શાકભાજી માંથી ગમે ત્યારે સમીરના પિતા અનુરાધા ને વાંકમાં લઈ ખખડાવી નાખતા . ને અનુરાધા આંખો દિવસ સાંભળતી રહેતી . ધીમે ધીમે અનુરાધા બળતરા માં ગળતી ગઈ . એને ગ્લાસ મુકવામાં પણ ડર લાગતો કે પપ્પા કઈ કહેશે તો નહિ ને ? જમવાનું બનાવવામાં થોડું મોડું થાય તો પણ ફફડી ઉઠતી કે કઈ ઠપકો તો સાંભળવો નહીં પડે ને ? '
ને ચિંતા માં જમવાનું બનાવવાનું ભૂલવા લાગી ... ડર માં રહેતી...ને કેટલું મીઠું મરચું નાખવું ભૂલી જતી.....ને રસોઈ બેસ્વાદ બનતી ગઈ ને પોતે હડકાનો માળો બનતી ગઈ . આવી ત્યારે 54 કિલોની હતી ...હવે લગ્ન બાદ 42 કિલોની રહી ગઈ . લગબ બાદ તો શરીર વધતું જાય પણ અહીંયા તો ઊલટું થયું.... સતત ગળતી જતી હતી . જયારે બેજીવ થઈ ત્યારે પણ ત્રાસ બંદ થયો.....
   એણે દીકરાને જન્મ આપ્યો... પણ એનું મો જોવા પણ સમીરના પપ્પા આવ્યા . બધાં આવ્યા પણ નહીં . સમીર ભુલ્યો નહિ પણ પોતાની ફરજ સમજી ત્યાં રહી ગયો પણ દિવસે એની સહનશક્તિ ની હદ વટી ગઈ .
  દિવસે બપોરે અનુરાધા એનાં દીકરા વંશ ને પેટ ભરાવતી હતી...પણ ટબુડીયો શાંત નોહતો થતો . બસ રડતો જતો હતો . અનુરાધા એને ખોયામાં નાખ્યો . પણ એનું રડવાનું બંદ થયું.... બસ રડતો રહ્યો...જે સમીરના પપ્પા માટે માથાના દુઃખાવા સમાન લાગ્યું ને અચાનક ઉભા થયા ને કોઈ કંઈ સમજે પેહલા તો બાળકને ઊંચકી ને બહાર શેરીમાં ફંગોળી દીધું.....
    ' મા.....' કહેતી અનુરાધા તો રાડ પાડી ગઈ પણ ત્યાં સ્તબ્ધ થઈ ગઈ . થોડી વારે દીકરા ને લેવા ગઈ પણ એના હાથમાં તો માત્ર ખોખું હાથમાં આવ્યું .
   દિવસે જ્યારે સમીર ઘરે આવ્યો...ત્યારે એના હાથમાં જ્યારે વંશનું શરીર આવ્યું ત્યારે એનો ગુસ્સો તો ફાટી પડ્યો હતો...પણ કઈ બોલ્યા વગર એનાં દીકરા ને પોતાનાં હાથે દફનાવી આવ્યો . જેવો ઘરે આવ્યો...
એણે તરત અનુરાધા ને કહ્યું..., ' સામાન પેક કર ! માત્ર આપણો સામાન લેજે ... ઘરનું એક તણખલું પણ આવવું જોઈએ ...'
' સારું ! '
  ને દિવસે અનુરાધા ને સમીર કોઈને કઈ પણ કહ્યા વિના બન્ને ઘર છોડી નીકળી ગયા .
   એને આજ દસ વર્ષ થઈ ગયા.  રીંકલ પણ સાત વર્ષ ની થઇ ગઇ . હવે વાત ને બન્ને યાદ પણ કરતા નથી . જે થયું એમા બન્ને માંથી કોઈનો વાંક નોહતો...પણ હવે ... બધું જતું રહ્યું હતું ...હવે માત્ર રીંકલ નાં ભવિષ્ય માટે બન્ને મહેનત કરી રહયા હતા .
  હવે તો બને વિશે વિચારતા પણ નોહતા ... બન્ને બનાવ ને ભૂલવા મથતા હતા ને એમાં મદદ કરતી હતી રીંકલ...
છોકરી સાથે ભૂતકાળને ભૂલી આગળ વધી રહયા હતા . ત્યાં કાગળ આવ્યો ને જેમ જાપાન ના હીરોશીમાં પર બૉમ્બ ઝીંકાયો એમ કાગળ પરિવાર માં આવી ફાટ્યો....
 હવે સમીર કંઈક સુનમુન થઈ ગયો . જેને ભૂલવા માંગતો હતો ભૂતકાળ , ઘર એની સામે આવી ખડા થઈ ગયા હતા . પણ હવે શું !!! ?????
  વિચારતો થઈ ગયો . શુ કરું ? શુ કરું ? નાં વિચારો એને આવતાં રહ્યા . ને વિચારોમાં વધુ ને વધુ ઊંડો ઉતરતો ...ગયો...ને વધુ ને વધુ...ગૂંચવાતો ગયો . હવે શું ? માટે વિચારતો રહ્યો....
   અચાનક યાદ આવ્યું કે રસોઈ તો બાકી છે ને રસોડામાં મંડી પડ્યો....
    બીજાં દિવસે ... જવા રવાના થયો...ત્યાં.....
' શું નક્કી કર્યું ? '
' શેનું....? '
' કાગળનું ! '
' કઈ નહિ ! ક્યાં દૂર છે ? ચાર પાંચ કલાક નો રસ્તો છે ! જઇ આવશું ... !
'' સારું ! સાંજે તૈયારી કરી લેજે ! '
' હો ....'
ને જવા બાર નીકળી ગયો .
  બીજા દિવસે પરિવાર જવા રવાના થઈ ગયો .
ત્રણ કલાકની મુસાફરી બાદ જુના ઘરે પોહનચ્યો....
    પૂરું ઘર સુનમુન બેઠું હતું . પોહચ્યાં .
  ' આવો....! '
' આવો ! '
' આવો ! '
 બે ત્રણ આવકારા મલ્યા પણ સમીર ને પીગળાવી શક્યા . એમની સામે પણ સમીરે જોયું ...
   સીધો દાદીમા પાસે પોગી ગયો...
' દાદી ! '
કંઈક કળાતું હોય એમ નેહવું માંડી દોહી જોવા લાગી ને જ્યારે સમીર ને ઓળખ્યો ...
  ' આવી ગ્યો મારો ભાથી ...! '
 ' હા , દાદી ...! '
' મને ખબર હતી...કે તું આવીશ ! '
' આવું તો ખરો ને ! '
' મારો દીકરો...બસ તું ધ્યાન રાખે છે મારા ભાથી.... તું છે અમારો આધાર ....!
ને ક્યાંય સુધી બોલતા રહયા !
સવાર થયું ત્યાં એમનો આત્મા પણ બોલતો બંદ થઈ ગયો....ને દિવસે સમીર બધી અંત્યેષ્ટિ પુરી કરી કંઈ બોલ્યા વિના ચાલતો થયો...
' સમીર ! '
' .....! '
' સમીર....બેટા.... ! '
સમીરના પિતા આજીજી કરતા રહ્યા .....
  પણ સમીર અને અનુરાધા એમની રીંકલ ને લઈ રવાના થઈ ગયા . કદાચ ' બેટા ' કહેવાનો અધિકાર ખોઈ બેઠા હતા !

લેખક શ્રી -- મહેશ ગોહિલ

No comments:

Post a Comment

એક તારનું મહાભારત - ' તમારી દીકરી લલિતા ને ત્યાં દીકરાનો જન્મ થયો સે ....! '

એક તારનું મહાભારત      પરોઢ થયું ને ગામડું ઊંઘમાંથી જાગી ગયું . શેરીઓમાં સાવરણા દોડવા લાગ્યા . ને પાણીની હેલું...